વન કલ્યાણ યોજના હેઠળ ખેતી વૈવિધ્યકરણ અનાવરણ કાર્યક્મ માંગરોલ તાલુકા પંચાયતનાં સભાખંડમાં ગુ.ના.મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને આદિ જાતિ વિભાગનાં સિનિયર કેબિનેટ મંત્રી ગણપત ભાઈ વસાવાની હાજરીમાં છોટાઉદેપુર, વલસાડ, દાહોદ, અને સુરત જીલ્લાનાં 76 હજાર જેટલા લાભાર્થીઓને આવરી લેતી યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. સાત જેટલાં લાભાર્થીઓને ટોકન રૂપે કીટનું વિતરણ કરાયું. માંગરોલ તાલુકાનાં 256 જેટલાં લાભાર્થીઓને લાભ મળશે. બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાનાં અધ્યક્ષ સ્થાને માંગરોળ તાલુકા પંચાયતનાં સભાખંડમાં યોજાઈ. ગુ.રા.ના આદિજાતિ વિભાગ મારફતે ઝીરોથી 20 સ્કોરવાળા ગરીબી હેઠળનાં લાભાર્થીઓને રૂ. 35 કરોડનાં વિવિધ શાકભાજીનાં કીટનું વિતરણ કરાયું. શાકભાજીની કીટમાં મરચા, રીંગણ, ભીંડા અને ધાન્ય પાકો જેવા કે મકાઈ કીટનું વિતરણ મંત્રી ગણપત સિંહ વસાવાની હાજરીમાં વિતરણ અને શુભારંભ કરાવ્યો હતો. આ યોજનામાં લાભર્થી ખેડૂતને વિવિધ શાકભાજી તથા ખાતરનો સમાવેશ થશે. એક કીટની અંદાજિત કિંમત ત્રણ હજારથી સાત હજાર રૂપિયા સુધીનો સીધો લાભ ગરીબ ખેડુતને મળશે. લાભાર્થીએ ફક્ત પાંચસો રૂપિયા ભરી પોતાની અરજી ઓનલાઇન કરીને લાભ મેળવી શકશે. આ કાર્યક્મમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, મંત્રી ગણપત સિંહ વસાવા, તા. પં. ના પ્રમુખ જગદીશ ભાઈ ગામીત, સુ. જી. પં. ના અધ્યક્ષ દીપકભાઈ વસાવા, હર્ષદભાઈ ચૌધરી, ટ્રાયબલ સબ પ્લાનનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કામગીરી જી.એન.એફ.સી કરી રહી છે.
સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકા ખાતે વન કલ્યાણ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને ઓનલાઇન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.
Advertisement