કરજણ તાલુકાનાં વલણ ખાતે રવિવારનાં રોજ કોરોના પોઝિટિવ આવતા સેગવા બાદ અન્ય એક ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો પગ પેસારો થતા તંત્રની મુસીબતમાં વધારો થવા પામ્યો છે.આમોદ નોકરી કરતા વલણનાં ઈસમનો કોરોના પોઝિટિવ આવતા વલણ ગામ નું ટટ્ટ ફળિયું બફર ઝોન જાહેર કરી લોકોના આવવા જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ નોકરી કરતા વલણ ગામનાં મહમદ મુસા પટેલ જેઓ ગત બુધવારનાં રોજ કુટુંબને મળવા વલણ આવ્યા હતા જેઓનો રવિવારનાં રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વલણ ખાતે તકેદારીના પગલાં સ્વરૂપે એક ફળીયું લોકડાઉન કરવામાં આવ્યા હતું. તેમજ લોકોના આવવા જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.અહીંના ૧૦ મકાનોનાં ૨૨ લોકોને કન્ટેઇનમેન્ટ ઝોનનાં નિયમ અનુસાર રાખવામાં આવ્યા છે. જ્યારે બફર ઝોન જાહેર થયેલા ટટ્ટ ફળિયુંમાં ૧૬ કુટુંબનાં ૭૨ જેટલા ઈસમો વસવાટ કરી રહ્યા છે.પોઝિટિવ આવેલા વલણનાં ઈસમને હાલ જંબુસર ખાતે અલ મુહમ્મદ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તાલુકા હેલ્થ ઓફિસર કરજણ દ્વારા વલણ પી.એચ.સી ને આ અંગે જાણ કરતા વહેલી તકે ગામમાં હેલ્થ ચકાસણીની કામગીરી આરંભવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ