વિદ્યાર્થી શિક્ષણક્ષેત્રે જેની સાથે જોડાયેલુ રહે છે તેવું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા શિક્ષણનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે સતત સક્રિય રહે છે. કલેકટરશ્રીને જિલ્લાની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતાં અનુસુચિત (SC), અનુસુચિત જનજાતિ (ST), તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (OBC) વર્ગનાં વિદ્યાર્થીઓને હજી સુધી શિષ્યવૃત્તિ મળેલ નથી અને આશરે હજારો વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે તો તેમના માટે આ વિષયોને ગંભીરતાથી લઈ તે તેમનાં પક્ષમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તથા જયારે રાજયભરમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે સરકારશ્રી દ્વારા પ્રાપ્ત થતાં ટેબ્લેટ હજુ સુધી કોલેજ પ્રસાશનની બેદરકારીનાં કારણે પહોંચ્યા નથી. તેથી વિદ્યાર્થીઓને વહેલી તકે શિષ્યવૃત્તિ તથા ટેબ્લેટ મળે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે.
Advertisement