ભરૂચ નગરપાલિકા તરફથી તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ સચિવાલય ગાંધીનગર તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજયનાં દરેક નાગરિકોને આર્થિક મદદ મળી રહે તે હેતુથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષમાં માફી અને રાહતો નકકી કરવામાં આવેલ છે. તે મુજબ વાણિજય એકમોને વર્ષ 2020-21 નાં વાર્ષિક પ્રોપર્ટી ટેક્ષ ચૂકવાણમાં 20 % માફી આપવામાં આવશે તથા રહેણાંક એકમોને 10 % ની માફી આપવામાં આવશે. જેમાં સને 2020-21 નાં વર્ષની તમામ રકમ તા.31-8-2020 સુધીમાં જમા કર્યાથી આ યોજનાનો લાભ મળી શકશે. તેમ ભરૂચ નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ નરેશભાઇ સુથારે જણાવ્યુ હતું.
Advertisement