છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ તાલુકાનાં કડીપાણી ગામમાં ૭ દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો જેને લઈ વીજપોલ પડી ગયો હતો. ગ્રામજનોએ d.g.v.c.l નાં સંબંધિત કર્મચારીઓને જાણ કરી હતી. કર્મચારીઓએ ગ્રામજનોને રોફ કરતા જણાવ્યું કે તમોને વીજળીની જરૂરીયાત હોય તો તમે જાતે વીજપોલ ઊભો કરી લેજો એવો ઉડાઉ જવાબ મળતા આદિવાસી ગ્રામજનો સ્તબદ્ધ બની જીવના જોખમે વીજપોલ ઊભો કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે જેને લઇને ઊંડાણનાં ગામડાઓમાં આવા કોઈ બનાવ બને તો તંત્ર આ ભોળા આદિવાસી પ્રજાને રોફ કરીને હુકમ કરે છે. ત્યારે આ ગામડાનાં ભોળા આદિવાસીઓ જેને લઇને ગ્રામજનોએ જાતે જીવના જોખમે વીજપોલ ઉભા કરવા પડે છે કારણકે ઊંડાણનાં ગામડામાં શહેરમાં રહેતા dgvcl ના અધિકારીઓ જોવા પણ જતા નથી ફક્ત વિજ ચોરીનો ઉપરી ઓફિસ તરફથી હુકમ મળે ત્યારે જ જાય છે. આ આદિવાસી ઊંડાણ વિસ્તારમાં કર્મચારીઓ જતા નહી હોવાથી વીજળીની જરૂરીયાત હોય તો આદિવાસી ભોળી પ્રજાને જાતે જ જીવના જોખમે વિજ પોલ ઉભા કરવા પડે છે. તો આ જાડી ચામડીના dgvcl કર્મચારીઓ અધિકારીઓ ક્યારે આ ઊંડાણમાં રહેતા આદિવાસીઓ ઉપર જો હુકમી ચલાવશે નિયમિત વિજ બિલ વસુલ કરતી વિજ કંપનીની શું વિજ પોલ ઉભો કરવાની જવાબદારી નથી તેવો પ્રશ્ન ઊંડાણનાં ગામડાઓમાં ચર્ચાઈ રહ્યો છે.
તૌફીક શેખ, છોટા ઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ તાલુકાનાં કડીપાણી ગામમાં વીજનો થાંભલો પડી ગયાના ૭ દિવસ બાદ ગ્રામજનોએ જાતે વિજપોલ ઊભો કર્યો.
Advertisement