પંચમહાલ જિલ્લામાં ૬ નવા પોઝિટિવ કેસ સાથે કોરોના પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા હાલની સ્થિતિએ ૧૮૪ થવા પામી છે. ૧૨૭ દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા આપી દેવાઈ છે. જ્યારે ૧૪ વ્યક્તિઓનું સારવાર દરમિયાન અવસાન થયું છે. જિલ્લામાં કોરોનાના ૪૩ કેસો હજી સક્રિય છે. જેમની સારવાર ચાલી રહી છે. આજના કેસની વિગતોમાં હાલોલ તાલુકામાં ૩ વ્યક્તિઓ કોવિડ-૧૯ સંક્રમિત મળી આવ્યા છે. જેમાં હાલોલના જીઆઈડીસી વિસ્તારના એક ૪૫ વર્ષીય અને એક ૪૩ વર્ષીય પુરુષ તેમજ હાલોલના જ પાવાગઢ રોડ વિસ્તારના ૫૨ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કાલોલ, શહેરા અને ઘોઘમ્બા તાલુકામાં એક એક પોઝિટિવ કેસ નોંધાયા છે. ઘોઘમ્બાના લીમડી ચોકના ૫૮ વર્ષીય પુરુષ તાલુકાના પ્રથમ કોરોના પોઝિટિવ કેસ છે. શહેરાના પગી ફળીયાના ૨૬ વર્ષીય યુવાન અને ગોધરાના પોલન બજાર વિસ્તારના ૧૭ વર્ષીય યુવતી પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. સારવાર બાદ સાજા થતા ૨ દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ ૧૨,૭૬૯ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૧,૫૯૫ વ્યક્તિઓ એ કવોરેન્ટાઈન નો સમયગાળો પૂર્ણ કરી દીધો છે. જિલ્લામાંથી અત્યાર સુધી કુલ ૫૫૮૬ સેમ્પલ પરીક્ષણ અર્થે લેવામાં આવ્યા છે. જે પૈકી ૪૯૨૦ સેમ્પલ નેગેટીવ આવ્યા છે જ્યારે ૧૮૪ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જિલ્લાના કુલ ૯૭ વિસ્તારો કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવવાના પગલે કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
રાજુ સોલંકી:- પંચમહાલ