Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જિલ્લાનાં પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડનાં હસ્તે ૧૯૬૨ એનિમલ ઈમરજન્સી સેવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. 

Share

છોટાઉદેપુર માનવ સારવાર માટેની ૧૦૮ સેવા જેવી જ પશુઓનાં જીવન રક્ષક સારવાર માટે ૧૯૬૨ એનિમલ ઈમસજન્સી સેવાનાં બે વાનનો શુભારંભ કરતા છોટા ઉદેપુર જિલ્લાનાં પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યુ કે, રાજ્ય સરકારે માનવ સેવાની સાથે પશુઓની સેવાની દરકાર લીધી છે. આજે બે ફરતા પશુ દવાખાના અર્પણ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં છોટા ઉદેપુર જિલ્લાને તબક્કાવાર અન્ય ૧૮ જેટલા ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૪૬૦ જેટલા ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવશે. જેથી પશુપાલનનાં વ્યવસાય સાથે જોડાયેલા તમામને ઘર બેઠા પશુઓને અદ્યતન સુવિધાસભર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, સર્વ શ્રી ધારાસભ્ય અભેસિંહ રાઠવા, સુખરામ ભાઈ રાઠવા મોહનસિંહ રાઠવા, કલેક્ટર શ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહિર પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં એનિમલ ઇમરજન્સી સેવાનાં વાનને લીલીઝંડી આપી વિધવત પ્રાંરભ કરાવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાનાં નાયબ પશુપાલન નિયામક ડો.ધવલ માંડવીયાએ જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં છોટાઉદેપુર જિલ્લાના બે ફરતા પશુ દવાખાના મળ્યા છે. પશુ ચિકિત્સા રથ કહી શકાય એવું આ ફરતું દવાખાનાના માધ્યમથી ૧૦ ગામોને ૧૯૬૨ પર કોલને આધારે સેવા આપવામાં આવશે. હાલના તબક્કામાં છોટાઉદેપુરને મળેલા બે ફરતા પશુ દવાખાના પૈકી એક બોડેલી તાલુકાનાં મોરખલા અને બીજું નસવાડી તાલુકાનાં તણખલા ખાતે રહીને આસપાસનાં નિર્ધારિત ૧૦ ગામોમાં પશુ સારવાર સેવાઓ વિનામૂલ્યે આપશે. આમ,પ્રથમ તબક્કામાં છોટાઉદેપુર જિલ્લાનાં ૨૦ ગામોને ૧૯૬૨ એનિમલ ઇમરજન્સી સર્વિસ એટલે કે તાત્કાલિક પશુ સારવાર સેવાઓનો લાભ મળશે. વધુમાં શ્રી માંડવીયાએ ઉમેર્યું કે, બીજા તબક્કામાં છોટાઉદેપુર જિલ્લાને વધુ નવ અને ત્રીજા તબક્કામાં વધુ નવ મળીને કુલ ૨૦ ફરતા પશુ દવાખાના ફાળવવામાં આવશે. જેના માધ્યમથી આગામી સમયમાં જિલ્લાનાં કુલ ૨૦૦ ગામોના પશુપાલકોનાં પશુઓની વિનામૂલ્યે અને ઘેર બેઠાં આરોગ્ય સંભાળ-સેવા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જે ગામોનો આ સેવા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હશે, એ ગામોનાં પશુપાલકો જ ૧૯૬૨ની એનિમલ ઈમરજન્સી સેવાઓનો લાભ મેળવી શકશે. હાલમાં જે ગામોની આસપાસ સરકારી કે, અન્ય સંસ્થાઓના પશુ દવાખાના ઉપલબ્ધ નથી એવા ગામોને આ સેવા દ્વારા તાત્કાલિક પશુ સારવારની સુવિધા આપવા માટે અગ્રતા આપવામાં આવી છે. ઉપરાંત આ ફરતા પશુ દવાખાનામાં ૧૯૬૨ ના વાહનોમાં જીપીએસ લગાવેલું હોવાથી,આ સેવાનું સી.એમ.ડેસ્ક બોર્ડ થી રિયલ ટાઈમ મોનીટરીંગ થઈ શકે છે. આ મોબાઇલ એનિમલ હોસ્પીટલમાં એક પશુ ચિકિત્સક અને એક વાહન ચાલક સહ મદદનીશ સેવાઓ આપશે. સવારનાં ૭.૦૦ વાગ્યાથી સાંજનાં ૭.૦૦ વાગ્યા સુધી ૧૯૬૨ પર કોલ કરીને જે તે વિસ્તારનાં પશુપાલકો પશુ સારવાર સેવા લઈ શકશે. આ વાહનમાં જરૂરી દવાઓ પણ રાખવામાં આવશે. ઉપરાંત નાની શસ્ત્ર ક્રિયાઓ અને ગાયનેક સહિત વિવિધ પ્રકારની સારવારની આ હરતી ફરતી સુવિધા પશુ આરોગ્યની સંભાળ લેવાની સાથે કટોકટીનાં સંજોગોમાં જીવન રક્ષક બની રહેશે. રાજ્ય સરકારે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં ૪૬૦ ફરતા ૧૯૬૨ પશુ દવાખાના દ્વારા તબક્કાવાર ૪૬૦૦ ગામોના પશુપાલકોને પશુ આરોગ્ય સંભાળની સુવિધા આપવાનું આયોજન કર્યું છે. 

તૌફીક શેખ, છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

વલસાડ જિલ્લા આરોગ્‍યતંત્રની પ્રસંશનીય કામગીરીઃ મેડીકલ ટીમ સાથે રહીને બાળકોની સારવાર અપાવી

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લીગલ એડ ક્લિનીકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : દુકાનની બહાર પાર્ક કરેલ ઇકો કારની થઇ ચોરી : શોપિંગ સેન્ટરમાં CCTV કેમેરાનો અભાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!