ભરૂચ તાલુકાનાં મહેગામ, મનાડ તથા વાગરા તાલુકાનાં કલાદરા, સુવા, વેંગણી, અંભેટા, કોલીયાદ, રહીયાદ તથા હાંસોટ તાલુકાનાં નર્મદા નદીનાં કિનારે આવેલા ગામોનાં વગદાર, માથેભારે, પૈસાપાત્ર ગેર માછીમાર ઇસમો દ્વારા નર્મદા નદીનાં પટનાં બંને કિનારાઓને જોડી 10 થી 15 ફૂટ જેટલા ઊંચાઈવાળા હજારોની સંખ્યામાં ખૂંટાઓ ચોઢી દેવામાં આવે છે. આ ખૂંટાઓમાં ફસાઈ જવાને લીધે ધણીવાર માછીમારોની હોડીઓ પણ ખૂંટાઓને કારણે પલટી ખાઈ ડૂબી જવાની મોટી દુર્ધટનાઓ બને છે અને કેટલાંક માછીમારોને જાનહાનિ થવાના અણબનાવ પણ પાછલા વર્ષોમાં બનેલા છે. જે સંબંધી આપ સાહેબશ્રીને તથા કલેકટરશ્રીને અમારી રજૂઆત તા.29-6-1999 નાં રોજ કરતાં માછીમારોની રજૂઆતોને લક્ષ્યમાં લઈ આસી કલેકટરશ્રી સાહેબ નર્મદા નદીમાં ખૂંટાઓ ચોઢવા ઉપર પ્રતિબંધ મુકતું ક્રી.પ્રો.કોડની કલમ 145 હેઠળ સૌ પ્રથમ જાહેરનામું તા.29-6-1999 નાં રોજ બહાર પાડવામાં આવેલું અને સદર જાહેરનામું નામ.ગુજરાત હાઇકોર્ટ મારફતે પણ સમર્થન કરવામાં આવેલું અને દર વર્ષે આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. આદિવાસી માછીમાર સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે જાહેરનામાનો ભંગ કરનાર ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારાઓ સામે કાયદેસર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તેવી પરિસ્થિતીનું નિર્માણ કરવાની માંગણી કરી હતી.
ભરૂચ : આજરોજ આદિવાસી માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનાં વહેણમાં ગેરકાયદેસર હજારો ખૂંટાઓ ચોઢનાર વિરુદ્ધ ક્રિમીનલ ફરિયાદ કરીને પાસા કરી તડીપાર કરવા બાબત એક આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement