ભરૂચ જીલ્લાનાં વાલિયા તાલુકાનાં ચંદેરીયા ગામ ખાતે BTP નાં આગેવાનો, ધારા સભ્યોએ ચીનનાં રાષ્ટ્રપતિનાં પૂતળાનું દહન કર્યું હતું. આ પ્રસંગે ધારા સભ્ય છોટુભાઇ વસાવાએ અને પુત્ર એવાં ધારા સભ્ય મહેશ વસાવાએ તેઓની હત્યા કરી દેવામાં આવશે તેવી દહેશત કરતો પત્ર રાષ્ટ્રપતિને લખી તેમની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. દેશભરમાં ચીનની સરહદ પર ચીની સૈનિકોએ ધોખામાં ભારતીય સૈનિકો ઉપર હુમલો કરીને વીર જવાનોને શહિદ કરી નાંખતા ભારતભરમાં ચીન સામે પોતાની રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે દેશનાં તમામ રાજકીય પાર્ટી-સામાજિક સંસ્થાઓ દ્વારા ચીનનાં સામાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) દ્વારા પણ આજે મોડે મોડે પણ ચીન સામે પોતાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આજે વાલિયા તાલુકાનાં ચંદેરીયા ગામ ખાતે BTP નાં ધારા સભ્ય એવાં છોટુભાઈ વસાવા, મહેશભાઇ વસાવા સહિત અસંખ્ય કાર્યકરો દ્વારા ચીનનાં રાષ્ટ્રપતિ જિંગપિંગનાં પૂતળાનું દહન કરીને ચીનનાં સામાનનો બહિષ્કાર કરવાની વાત કરી હતી.
જયારે આજે જીલ્લા BTP સંયોજક અને ધારા સભ્ય એવ છોટુભાઈ વસાવાએ જણાવ્યુ હતું કે આજે કેવડીયામાં આદિવાસીઓનાં હકોનું હનન કરવામાં આવી રહ્યું છે. મોટા મોટા ઉદ્યોગો અને ઉચ્ચ લોકો માટે આજની આ ભાજપા ગુજરાતની સરકાર આદિવાસીઓની જમીન છીનવી રહી છે. ભીલાડથી લઈ દાહોદ સુધીનાં આદિવાસી વિસ્તારની જમીન સરકાર લઈને ઉદ્યોગોને આપી રહી છે. ત્યારે અમે આવા લોકો કે જેઓ અમારો અવાજ સરકાર સુધી નથી પહોંચતા તેવા લોકોને રાજયસભામાં મત આપ્યો નથી. આજે અમે રાજયસભામાં મત નહીં આપતા અને આદિવાસીઓનાં હકો માટે BTP એ લડત ઊપડતાં અમારા ઉપર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. છોટુભાઈ વસાવાએ જણાવ્યુ હતું કે અમારા જીવને જોખમ છે જેને લઈને સુરક્ષાની માંગણી લઈને અમે રાષ્ટ્રપતિને લેખિત ફરિયાદ કરીને અમારી હત્યા થશે એવી અમોને દહેશત છે. વધુમાં જણાવ્યુ હતું ક ચીનનાં સામાનનો વિરોધ થવો જોઈએ અને તેના માટે સૌથી પહેલા કેવડીયા ખાતે ઊભેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુર્તિનો વિરોધ થવો જોઈએ તેમ તેમણે જણાવ્યુ હતું. તેઓ પોતે હંમેશા આદિવાસીનાં હકો માટે લડતા રહેશે તેમ જણાવી ભરૂચ જીલ્લા પંચાયતમાં BTP અને કોંગ્રેસનું ગઠબંધન રહેશે તેવો સંકેત આપ્યો હતો.
ભરૂચ : વાલિયાનાં ચંદેરીયા ગામ ખાતે BTP દ્વારા ચાઇનાનો વિરોધ કરવામાં આવ્યો.
Advertisement