પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી નદીનાં કિનારેથી આધાર કાર્ડ,પાન કાર્ડ,દિવ્યાંગો વિકલાંગતાનાં સર્ટી,બેંકોનાં દસ્તાવેજો અને ગ્રામપંચાયતની કલેક્ટર કચેરીની ટપાલ સહિત અન્ય ટપાલો જથ્થો મળી આવ્યો હતો.
અમરાવતી નદી કિનારે રમતા નાના બાળકોને આ કાગળીયાનો જથ્થો નજરે પડતા તેમાંથી એક દિવ્યાંગ મદીનાબનુ યાસીન ખત્રી નામની એક દિવ્યાંગનો ભરૂચ સિવિલ તરફથી મોકલાવવામાં આવેલ UDID કાર્ડ કે જે ડોક્ટરી સર્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે,આ કાર્ડની મદદથી દિવ્યાંગોને તેમના લાભો મળતા હોય છે. તો નદીકિનારે રહેતા બાળકો એ આ UDID કાર્ડ તેમજ ચારથી પાંચ જેટલા આધારકાર્ડ જવાહર બજાર વિસ્તારમાં આવેલ એક ઝેરોક્ષની દુકાને બાળકોએ પહોંચાડયા હતા જેમાં ઝરોક્ષનાં દુકાનદાર પરેશભાઈએ આ UDID કાર્ડ ઉપર ફોટો જોઈ આ દિવ્યાંગ બાળકનાં પિતાને ઓળખતા હોવાથી તેમને બોલાવી આ કાર્ડ આપ્યું હતું. દિવ્યાંગ બાળકનાં પિતાએ તેમને પૂછ્યું કે,આ તમને ક્યાંથી મળ્યું તો તેમને જણાવ્યું કે અમરાવતી નદી કિનારે એક પોસ્ટનાં દસ્તાવેજોનાં જથ્થામાંથી મળ્યું છે,જેથી યાસીનભાઈ ખત્રીએ આ બાબતની જાણ એલ.ઇ.ડી બી.આર.પી નેત્રંગ બ્લોકનાં સુનીલબાઈ તેમજ સી.આર.સી કોઓર્ડિનેટર કાંટીપાડા સચિનભાઈ બારોટને જાણ થતાં તેઓએ અમરાવતી નદી કિનારે જઈ તપાસ કરતા ત્યા આધાર કાર્ડ,પાન કાર્ડ, તેમજ અન્ય દસ્તાવેજોનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ નેત્રંગ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને તમામ કાગળીયાનો જથ્થો લઇ ગયા હતા. જે રીતે આધાર કાર્ડ,પાન કાર્ડ તેમજ દિવ્યાંગોનાં કાર્ડ એન ગ્રામ પંચાયતની ટપાલ રઝળતા મળી આવ્યા છે તેનાથી તંત્રની મોટી બેદરકારી બહાર આવતા સ્થાનિક રહીશોમાં રોષ જણાઇ રહ્યો છે. આ બાબતે નેત્રંગ પોસ્ટ વિભાગનાં જવાબદાર અધિકારી સંવાદમાં જણાવ્યું હતું કે તમામ ટપાલો એકત્ર કરીને જે-તે સરનામે પહોંચાડી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું.
નેત્રંગ પોસ્ટ ઓફિસની બેદરકારીનાં કારણે ટપાલ-આધારકાર્ડ જેવા દસ્તાવેજો નદી કિનારે બિનવારસી હાલતમાં મળતા રહીશોમાં ભારે રોષ જણાઇ રહ્યો છે.
Advertisement