હાલ જયારે કોરોના મહામારીનાં દિનપ્રતિદિન કોરોના પોઝીટીવનાં કેસો વધી રહયા છે ત્યારે તેની સામે સારવાર લઇને કોરોના પોઝીટીવમાંથી નેગેટીવ પણ થઇ રહયા છે. ત્યારે લીંબડી તાલુકાનાં ગેડી ગામે હરપાલસિંહ રાણાને કોરોના પોઝીટીવ આવેલ ત્યારે તાત્કાલી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર ગેડી ગામે દોડી ગયેલ અને તાત્કાલીક અસરથી હરપાલસિંહને સુરેન્દ્રનગર કોવીડ ૧૯ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવમાં આવ્યા હતા. ત્યારે આજે દશ દિવસ સુધી સારવાર લીધા બાદ હરપાલસિંહને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે હરપાલસિંહ કોરોનાને માત આપી પોતના ગામે બિલ્કુલ સ્વસ્થ બની ઘરે પરત આવતા ગ્રામજનો અને પરીવારજનો તેમજ મિત્ર વર્ગોમાં ખુશીની લહેર જોવા મળી હતી તેમજ ગામનાં લોકોએ હરપાલસિંહને પુષ્પહાર પહેરાવી ઢોલનાં નાદ સાથે વાજતે ગાજતે સ્વાગત કર્યુ હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement