ભરૂચ જીલ્લામાં કલાપ્રેમીઓ અનેક છે અનેક કલાકારો ગરબા, ડાન્સ સહિતનાં કલાસિસ ચલાવી પરિવારોનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ભરૂચ જીલ્લામાં આવા 50 કલાસ છે અને 300 થી વધુ કલાકારો છે. લોકડાઉનમાં કલાસ બંધ કરવાને કારણે હવે ભૂખે મારવાનો વારો આવ્યો છે. પરિવારનું ગુજરાન કરવું મુશ્કેલ છે ત્યારે આજે ભરૂચ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને શરતોને આધીન અન્ય ધંધા રોજગાર શરૂ કરવામાં આવ્યા છે તેવી જ શરતો સાથે કલાસ ખોલવા મંજૂરી આપવા રજૂઆત કરી છે.
Advertisement