Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વધુ 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 171 લોકો કોરોનાથી સંક્રમિત થયા જ્યારે બે લોકોના મોત થતા જિલ્લામાં કુલ 8 લોકોના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં હવે ભરૂચ અને જંબુસર શહેર તાલુકો કોરોના વાયરસનાં કારણે હોટસ્પોટ બની ગયા છે. જેમાં આજે વધુ દર્દીઓનાં રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં જિલ્લામાં ૭૦ થી વધુ લોકોનાં રિપોર્ટ લેવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય તપાસમાં ભરૂચમાં પાંચ લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જંબુસરમાં ત્રણ લોકો કોરોના સંક્રમિત થાય છે, આમોદમાં એક અને અંકલેશ્વરનાં નવી દીવી ગામ ખાતે એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આજે ભરૂચનાં શેરપુરા વિસ્તારમાં એક વ્યક્તિનું કોરોના વાયરસ વાયરસનાં કારણે હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. જ્યારે જંબુસર શહેરમાં પણ વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. આમ આજે કુલ બે લોકોનાં મોત થયા છે. હાલ ભરૂચ જિલ્લામાં કુલ હમણાં સુધીમાં આઠ લોકોનાં મોત થયા છે. હાલ ભરૂચ જિલ્લામાં ૭૦ થી વધુ લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે, જિલ્લામાં કુલ ૧૭૧ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જિલ્લામાં 91 લોકો સાજા થઈને ઘરે ગયા છે. જ્યારે જિલ્લામાં આજે જે વિસ્તારોમાંથી કોરોના દર્દી મળી આવ્યા છે તેવા વિસ્તારોને આજે સંક્રમિત જાહેર કરી અસંખ્ય લોકો આરોગ્ય તપાસ કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ અને વડોદરા જિલ્લાના પાકો નષ્ટ થવા સામે અનેક રજૂઆતો છતાં સરકાર વળતર ચૂકવવા માટે નિષ્ફળ : સંદીપ માંગરોલા.

ProudOfGujarat

વ્યાજખોરના ત્રાસથી વાલીયાના આદિવાસી શિક્ષક દંપતીએ વાલીયા પોલીસમાં લેખિતમાં રાવ નાંખી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!