Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં સારસા ગામે ઉમધરા ગરનાળા નજીક વારંવાર થતાં અકસ્માતો બાબતે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું.

Share

ઝઘડીયા તાલુકાનાં સારસા ગામે ઉમધરા તરફ જવાનો રસ્તો રેલ્વે ગરનાળામાંથી પસાર થાય છે.આ ગરનાળુ અને સ્ટેટ હાઇવે અડીને આવેલા છે.પાછલા કેટલાક સમયથી આ સ્થળે સ્ટેટ હાઇવે પર જીવલેણ અકસ્માતો થયા છે.ગઇકાલે પણ ટ્રક અને બાઇક વચ્ચેનો અકસ્માત જીવલેણ બન્યો હતો. ત્યારે અવારનવાર થતાં અકસ્માતોને પગલે આજે ઉમધરા પંથકના ગામોનાં અગ્રણીઓએ તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડની આગેવાની હેઠળ ઝઘડીયા પ્રાંત અધિકારીને આવેદન આપીને આ સ્થળે વારંવાર થતાં અકસ્માત નિવારાય તે માટે યોગ્ય પગલા લેવાની રજુઆત કરી હતી.ઉલ્લેખનીય છે કે સારસા ગામેથી રેલવે ગરનાળામાં થઇને જતો આ માર્ગ સંજાલી, સરસાડ, કાકલપોર ઉમધરા, વઢવાણા ઉપરાંત અન્ય બીજા પણ કેટલાક ગામોની જનતા માટે રાજપારડી આવન જાવન માટે મહત્વનો છે.ભુતકાળમાં ઘણા જીવલેણ અકસ્માત આ સ્થળે થયા છે.ત્યારે અકસ્માતો થવાનું કારણ શોધીને તેનો હલ લાવવો જરૂરી બન્યુ છે.લોકચર્ચા મુજબ જાણવા મળ્યુ છે કે ઉમલ્લા તરફથી રાજપારડી તરફ આવતા ઘણા નાનામોટા વાહનો રોંગ સાઇડે આવતા હોય છે.ઉપરાંત ઉમધરા ગરનાળામાંથી નીકળતા વાહનો છેક સ્ટેટ હાઇવે નજીક આવે તો જ આવતા વાહનો દેખાય છે.ત્યારે આ સ્થળે અવારનવાર થતાં અકસ્માત નિવારવા ઘટતા પગલા લેવાય તેવી માંગ ઉઠવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા તાલુકાના કોડબા ગામ પાસે રોડ ઉપર ટ્રક અને બાઈક અકસ્માતમાં એકનુ મોત.

ProudOfGujarat

માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્ર રાજપારડી દ્વારા નેત્રંગ તાલુકામાં વિદ્યાર્થીઓને પરિક્ષાલક્ષી સાહિત્યનું વિતરણ.

ProudOfGujarat

156 માંગરોલ વિધાન સભાના ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!