Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધ્રાંગધ્રા રથયાત્રાની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી.

Share

આજે અષાઢી બીજ છે ત્યારે ગુજરાતનાં વિવિધ જિલ્લામાં તેની ઉજવણી કરવામાં આવે છે અને રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે આ વખતે કોરોનાનાં કારણે ગુજરાતમાં રથયાત્રા કાઢવામાં નથી આવી રહી. ત્યારે ધ્રાંગધ્રામાં પણ સંસ્કાર ધામ ગુરુકુળ દ્વારા આ વખતે રથયાત્રા કાઢવામાં નથી આવી. સરકારનાં નિયમ મુજબ જ મંદિરમાં જ પૂજા વિધિ તેમજ મંદિરનાં પરિસરમાં જ આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો તેમજ લિમિટ સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આવનાર ભકતોને પણ મંદિરમાં પ્રવેશદ્વાર ઉપર માસ્ક પહેરેલ વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવતો હતો સાથે સેનેટાઈઝર કરવામાં આવતું હતું. ત્યારબાદ મંદિરમાં પણ સોસીયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવ્યું હતું. છેલ્લા સાત વર્ષથી નીકળતી રથયાત્રા આ વર્ષે સાવ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દેશની રક્ષા કરતા જવાનો જે શહીદ થયા છે. તેમના આત્માને ઈશ્વર શાંતિ આપે દેશની સુરક્ષા સારી રહે અને દેશ અને વિશ્વમાંથી કોરોના વિદાય લે તેવી ભગવાન પાસે પ્રાર્થના સંતો દ્વારા કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ મકતમપુર જી.ઇ.બી. ખાતે સ્થાનિક લોકો એ હોબાળો મચાવ્યો હતો. એલ.ઇ.ડી. બલ્બ રિપ્લેસ કરવા માટે ધક્કા ખવડાવતા હોવાની ફરિયાદો સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો..

ProudOfGujarat

માંગરોલ ઉમરપાડા તાલુકાનાં નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ બી.આર.સી ભવન માંગરોલ મુકામે યોજાયો.

ProudOfGujarat

ગુજરાતના સીએમની જામનગર મુલાકાત સમયે જ કોંગ્રેસના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!