મળતી માહિતી અનુસાર આમોદ તાલુકાનાં દેનવા ગામે દરિયા કિનારે રવિવારનાં રોજ 3 યુવાનો નાહવા માટે પડ્યા હતા. જેમાં પાણી વધી જતાં ત્રણે યુવાનો ડૂબતા એક યુવાનનો બચાવ કરાયો હતો અને 2 યુવાનો ડૂબી ગયા હતા તેમની લાશોની શોધખોળ તંત્ર દ્વારા હાથ ધરાઇ હતી. પરંતુ રાતનાં અંધકાર છવાય જતા લાશો મળવી મુશ્કેલ થઈ પડી હતી. ગતરોજ સવારનાં સુમારે ભરૂચ નગપાલિકાની ટીમ તેમજ આમોદ નગરપાલિકાની ટીમ આમોદ નગરપાલિકાની બોટની મદદથી શોધખોળ માટે લાગી ગઈ હતી પરંતુ સાંજ સુધી કોઈ જ અટો પટો હાથ લાગ્યો ન હતો. ત્યારે સંધ્યાનાં સમયે ભરતીનું પાણી આવતા અચાનક બંને લાશોએ દેખાતા આમોદ નગરપાલિકાના તરવૈયા પાણીમાં બોટ લઈ કૂદી ગયા હતા અને એક લાશને ડૂબી ગયેલ જગ્યાથી આશરે 4 કિલોમીટર દૂરથી ગતરોજ શોધી કાઢી હતી અને બીજી લાશને આજરોજ શોધી કાઢી બંને લાશો આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસમોટર્મ માટે મોકલી આપવામાં આવી હતી. આ તમામ કામગીરીમાં આમોદ નગર પાલિકાનાં નરેશ પંડ્યા, કારોબારી ચેરમેન સકિલ કાપડિયા, તરવૈયા સુરેશ રાઠોડ, રફીક મલેક, લાલો અરવિંદ, સોલંકી પલ્યા ઈશ્વર સોલંકીએ ઘણી જહેમત ઊઠાવી હતી અને વધુમાં જાણવા મળ્યું હતું કે તરવૈયા સુરેશ રાઠોડએ આવા મુશ્કેલીને સમયે પોતે બહાદુરતાથી કામ કરી લાશો શોધી કાઢવામાં બધાથી આગળ રહ્યા છે અને તેમને અગાઉ આવી કામગીરીમાં પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે.
દેનવા ગામનાં દરિયા કિનારે પાણીમાં નાહવા પડતા ડૂબી ગયેલા ૨ યુવાનોની લાશો શોધખોળ હાથ ધરતા આમોદ નગરપાલિકાનાં તરવૈયાઓએ બંને લાશો શોધી કાઢી પી.એમ. માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવી હતી.
Advertisement