Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર અલ મહમૂદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અલ મહમૂદ જનરલ હોસ્પિટલ ખાતે આજરોજથી જિલ્લા આરોગ્ય તેમજ વહિવટી તંત્ર દ્વારા કોવિડ ૧૯ હોસ્પિટલ તરીકેની મંજૂરી મળતા પંથકનાં દર્દીઓને રાહત મળશે.

Share

જંબુસર શહેરમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાને લઇ જનતામાં ગભરાટ જોવા મળી રહ્યો છે તંત્ર પણ ચિંતાગ્રસ્ત છે. આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, વહિવટી તંત્ર ખડેપગે રહી જંબુસરમાં કોરોનાનો ફેલાવો અટકે તે માટે સતત પ્રયત્નશીલ છે. હાલ જંબુસરની પરિસ્થિતિને જોતાં જંબુસરના દર્દીઓને અંકલેશ્વર વડોદરા જવું પડતું હોય છે તથા ખાનગી હોસ્પિટલનાં ચાર્જિસ પણ વધું હોય જનતાને પરવડે તેમ ન હોય જંબુસરનાં ધારાસભ્ય સંજયભાઇ સોલંકી દ્વારા જિલ્લા કલેક્ટરને તથા સંસ્થાના વડા મુફતી અહમદ દેવલવી જંબુસરનાં અગ્રણીઓએ તંત્રને રજૂઆત કરતાં જંબુસર અલ મહમૂદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અલ મહમૂદ જનરલ હોસ્પિટલને ૩૮ બેડની કોવીડ ૧૯ ની મંજૂરી મળતા પંથકનાં દર્દીઓને રાહત મળશે.

હોસ્પિટલની મંજૂરી મળતાં લેવલ બે માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં કારોના ગ્રસ્ત અને શંકાસ્પદ દર્દીઓને સારવાર આપવામાં આવશે. કેવલ બે એટલે કે જે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત હોય તેમને ઓક્સિજન આપી વિવિધ સારવાર આપવામાં આવશે દર્દી સાથે એક જ સંબંધી સિવાય અન્ય કોઇએ આવું નહીં સહકાર આપવા જણાવ્યું, આ સાથે દરેક વ્યક્તિએ વારંવાર હાથ ધોવા તથા માસ્ક ફરજિયાત પહેરવા ડોક્ટરે અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી હાઇવે ઓટો પાર્ટસ પાર્થ ગેરેજમાં તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

બુટલેગરો બન્યા વ્યાજખોરો – ભરૂચનાં મોટાભાગનાં લારી ધારકો ચક્રવ્યુમાં ફસાયા..?

ProudOfGujarat

આમોદ: આછોદ ગામે સોનુ ગાળવાના બહાને છેતરપિંડીની શંકાએ ૩ ને લોકોએ ઝડપ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!