આજરોજ ભરૂચમાં નવા 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા,જેમાં ભરૂચ શહેરનાં ૯ જ્યારે એક કેસ જંબુસરનો નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે ખાનગી લેબનાં ટેસ્ટમાં આ તમામ પોઝીટિવ કેસો સામે આવ્યા છે. જેમાં ભરૂચની GACL માં નોકરી કરતાં વ્યક્તિનાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને કોરોના તો GNFC ના બે વ્યક્તિને કોરોના પોઝીટિવ આવ્યા હોવાની માહિતી મળી છે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝીટિવનો આંકડો ૧૬૦ પર પહોંચ્યો છે.
Advertisement