છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં લોક ડાઉન 1 ખુલ્યા બાદ એસ.ટી બસ સુવિધા લોકોને મળતી ના હોય જેના કારણે અંતરિયાળનાં ગ્રામ્ય વિસ્તારનાં લોકોને જિલ્લા સ્થળે કે તાલુકા સ્થળે કામકાજ અર્થે આવવા જવા માટે મુશ્કેલી ઉભી થઇ છે, પ્રજા સહેલાઇથી મુસાફરી કરી શકતી નથી, જેથી બસ સુવિધા પ્રજાને વહેલી તકે મળે અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાને રાહત થાય જેના માટે આમ આદમી પાર્ટીનાં કાર્યકરો દ્વારા છોટાઉદેપુર એસ.ટી બસ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી ગ્રામ્ય વિસ્તારની પ્રજાની વેદના રજૂ કરી હતી. સાથે એક અઠવાડિયામાં બસ સેવા શરૂ ન થાય તો આમ આદમી પાર્ટી, છોટાઉદેપુર બસ ડેપો સામે દેખાવો કરીને આંદોલન કરશેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
તૌફીક શેખ છોટા ઉદેપુર
Advertisement :
Advertisement