પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકામાં જુન માસનાં પ્રારંભની આકાશમાં ઘેરા વાદળો દેખાતા ગમે ત્યારે મેઘરાજા વાજતે ગાજતે પધરામણી કરશે તેવું લાગી રહ્યું હતું, જેમાં થોડાક દિવસો પહેલા ર એમએમ જેટલો વાવણી લાયક વરસાદ થતાં ખેડુતોએ હોંશેહોંશે ખેતર ખેડી સોયાબીનનું વાવેતર કરી દીધું હતું, ત્યારબાદ મેધરાજા રાબેતા મુજબ જ વરસસે તેવી જણાઇ રહ્યું હતું, પરંતુ કમનસીબે મેધરાજા હાથતાળી આપતા એટલે કે જરૂરીયાતનાં સમયે ગાયબ થઇ જતાં ખેડુતો ચિંતાતુર બન્યા છે.હાલની પરિસ્થિતિમાં આકાશમાં ઘેરા વાદળો તો નજરે પડે છે, પરંતુ વરસાદ નહીં થવાથી
ખેતરમાં કરેલ સોયાબીનનું વાવેતર નિષ્ફળ જવાની ભીતી જણાઇ રહી છે. જ્યારે નેત્રંગ તાલુકામાં આગામી ટુંક સમયમાં વરસાદ નહીં થાય તો ખેડુતોને નવેસરથી ખેતરમાં સોયાબીનનું વાવેતર કરવું પડી શકે તેમ છે. જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકામાં અવરનવાર વાતાવરણનાં ફેરબદલનાં કારણે ધરતીપુત્રોને ભયંકર ગરમી-બફાળાનાં કારણે પરસેવેને રેબઝેબ થઇ રહ્યા છે,તેવા સંજોગોમાં ખેડુતો અને ધરતીપુત્રો મેધરાજાને આજીજી કરવા મજબુર બન્યા છે અને વહેલી તકે મેધરાજા વરસે તેવી આશા સેવાઇ રહી છે.
Advertisement :
નેત્રંગ તાલુકામાં મેઘરાજા હાથતાળી આપતા ખેડુતોનાં માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.
Advertisement