Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચાંચવેલ ગામનાં ત્રણ યુવાનો આમોદ તાલુકાનાં દેનવા ગામનાં દરિયા કિનારે પાણીમાં નાહવા પડતા ત્રણમાંથી એકનો આબાદ બચાવ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાનાં દેનવા ગામે ગામથી થોડો દૂર દરિયો આવેલો છે. હાલ લોક ડાઉનની પરિસ્થિતિમાં લોકોને અવર જવર બંધ હોવાના કારણે દરિયા કિનારે ટહેલવા સાંજ સમયે લોકોની ભીડ ઉમટી પડે છે. આ દરિયા કિનારે આજરોજ ચાંચવેલ ગામનાં ત્રણ યુવાનો નામે પટેલ મુસ્તકિમ મહેબૂબ યાકુબ, સૈયદ અફઝલ હુસેન તેમજ ખલીફા અફઝલ ઇસ્માઇલ જેઓ દરિયામાં ન્હાવા પડયા હતા. જે પૈકી ત્રણેય ઈસમો પાણીમાં ડૂબતા લોકોની નજર પડતા ચાંચવેલ ગામનાં ઇમરાન સુલેમાન ઢોંધાએ તેમને બચાવવા માટે દરિયાનાં પાણીમાં છલાંગ લગાવી હતી જેમાં ખલીફા અફઝલને બચાવી લીધો હતો અને બે યુવાનો જે પટેલ મુસ્તકિમ અને અફઝલ સૈયદ ડૂબી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે તાત્કાલીક દોડી ગયો હતો તેમજ ફાયર ફાયર ફાઈટરનાં જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડુબેલ બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.

Advertisement :

Advertisement

Share

Related posts

ભરૂચ : હાંસોટ પોલીસનાં મહિલા કોન્સ્ટેબલએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જાણો વધુ.

ProudOfGujarat

વલસાડમાં ૧૨ કલાકમાં ૧૦ ઈંચ વરસાદે “લકવાગ્રસ્ત “તંત્રને દોડતૂ કર્યુ..

ProudOfGujarat

નાતાલ પર્વ નીમિતે સમગ્ર ભરૂચમાં ઉમંગાભેર ઉજવણી ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!