તેજગઢથી ઝોઝનાં રસ્તા ઉપર અછાલા અને ભીલપુર ગામે રોડ ઉપર પડેલા મોટા ખાડાનાં કારણે મોટી હોનારતનો ભય જોવા મળ્યો. છોટાઉદેપુર જિલ્લાનાં તેજગઢથી ઝોઝનાં ૧૨ કિલોમીટર રોડ ગાડાચીલા જેવો હોવાનું લોકોએ માન્યુ કરોડોનાં ખર્ચે બનેલ રોડ અકસ્માતોનો અખાડો બન્યો. રાતદિવસ રસ્તા પરથી પસાર થતી ઓવરલોડ રેતીની મહાકાય ટ્રકોએ રસ્તાનો કચ્ચરઘાણ વાળી દેતા અછાલા ભીલપુર સાથે અનેક ગામોનાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા જીવાદોરી સમાન રોડ ઉપર મોટા પડી ગયેલા ખાડાનાં કારણે મોટી હોનારતનો ભય જનતાને સતાવી રહ્યો છે. જવાબદાર તંત્ર લોકોને પડતી મુશ્કેલીઓ કયારે દુર કરશે તેની જનતા રાહ જોઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાનાં તેજગઢથી ઝોઝ સુધીના ૧૨ કિલોમીટર જેટલા રસ્તાને કેટલાક સમય પહેલા પહોળો કરી નવેસરથી બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પરંતુ રસ્તાની હાલત સાવ ખસતા થઈ જવા પામી છે.જ્યારે આ રસ્તા ઉપરથી ભારદારી વાહનો પસાર થવાના કારણે અછાલા તેમજ ભીલપુર ગામે નાળાની બિલકુલ નજીક રોડ ઉપર રોડ બેસી જઇ એટલા મોટા ખાડા પડી ગયા છે કે ત્યાંથી ફોરવહીલ લઈને પસાર થવું પણ માથાના દુખાવા સમાન બની જાય છે. રાત્રિના સમયે આ રોડ ઉપરથી પસાર થવું એટલે જીવના જોખમે પસાર થયા બરાબર છે. જો દિવસે આ ખાડાઓનાં કારણે આ રસ્તા પરથી પસાર થવુ અઘરૂં થઇ જતું હોય તો રાત્રે શું ના થઇ શકે ? વિચારથી જ વાહનચાલકો કાપી જાય છે. કેટલાય છકડાવાળાઓની બ્રેક ફેલ થઈ જઇ મેન્ટેનન્સ વધી ગયા છે તો કેટલાય બાઈકવાળાઓ આ ખાડામાં પડી ઉછળીને નીચે જમીન ઉપર પટકાય છે. તાત્કાલિક આ રસ્તો ખરેખર રીપેર કરવાની જરૂર હોય પરંતુ તેમ ન કરાવી શકે તો તંત્ર કમસેકમ આ મોટા મોટા પડી ગયેલા ખાડાઓમાં માત્ર મેટલ પુરાવામાં આવ્યા જેનાથી દ્વીચક્રી વાહન માટે દોઝખ સમાન જોવા મળ્યા હતા કરોડોની ગ્રાન્ટ મેળવી આ રસ્તાને પોહળો કરી આ વિસ્તારની જનતાને આવનજાવન માટે એક સરસ રસ્તો બનાવી આપ્યો હોય પરંતુ આ રસ્તામાં લેવલીંગ બરાબર ન થવાના કારણે વરસાદ પડતાની સાથે ભ્રષ્ટાચારની પોલ ખુલી જવા પામી હતી. જોકે રેતી ભરેલા ભારદારી વાહનો પસાર થતાં રસ્તા બેસી જઈ ઊબડખાબડ થઇ ગયા છે અને તેમાં પણ અછાલા અને ભીલપુર ગામે એટલા મોટા ખાડા પડી ગયા છે કે ત્યાંથી બાઇક લઈને પસાર થવું પણ માથાના દુખાવા સમાન બની ગયું છે. તો તંત્ર આ અંગે યુદ્ધનાં ધોરણે વિચારી તાત્કાલિક મોટા પડી ગયેલા ખાડામાં કપચી, ગ્રીટ નાખી પુરાણ કરાવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે. નવીન રસ્તો બનશે ત્યારે બનશે પરંતુ હાલ જે રોડ ઉપર પડી ગયેલા ખાડાથી ગાડીઓના મેન્ટેનન્સ વધી ગયા છે તેમ જીવના જોખમે આ રસ્તો પસાર થવું પડે એમ થઈ ગયું છે તો આ ખાડાઓને તાત્કાલિક રીપેર કરાવે તે જનતાનાં હિતમાં છે. ગોરધનભાઈ રાઠવા ગામ અછેટા એ જણાવ્યું હતું કે રાતદિવસ અવરજવરનાં કારણે રસ્તો ગાડા ચીલા જેવો થઈ ગયો છે રાત્રે રેતીની ગાડીઓનાં કારણે બીક લાગે છે.અધિકારીઓ જવાબદારી લેશો સાયકલ કે ગાડી ના ચાલે એવો રોડ થઇ ગયો છે. રાઠવા શૈલેષભાઈ અછેટા જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા રોડ બનાવ્યો બે વર્ષમાં રોડ ખલાસ થઇ ગયો રેતીની ટ્રકોની એટલી અવરજવર છે કે રસ્તો ખલાસ કરી નાખ્યો તેજગઢથી ઝોઝ જવા માટે બહુ તકલીફ પડે છે ઘુળ ઉડવાનાં કારણે રસ્તો દેખાતો નથી.
તૌફીક શેખ, છોટા ઉદેપુર
Advertisement :