કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારનાં પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેમાં એ.ટી.વી.ટી., ગુજરાત પેર્ટન, ૧૫% ધારા સભ્ય ગ્રાન્ટ, સાંસદ સભ્ય ગ્રાન્ટ જેવી તમામ પ્રકારની યોજનાઓ દ્વારા પાંચ લાખથી નીચેના કામો ગ્રામ પંચાયતોના નેજા હેઠળ તેમજ સરપંચોની આગેવાનીમાં પાંચ લાખથી નીચેના વિકાસના કામો થતા હોય છે. તેવા જ વિકાસના કામો જે મનરેગા શાખા જીલ્લા પંચાયત નર્મદા દ્વારા ઇ-ટેન્ડરીંગ તા.૧૮/૬/૨૦૨૦ ના રોજથી પ્રારંભ કરવામાં આવ્યું છે. જેનો નર્મદા જિલ્લાના સરપંચો વિરોધ કરી રહ્યા છે. ઉપરાંત આ બાબતે નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબળ તેમજ સાંસદ ગીતાબેન રાઠવાને પણ સરપંચો દ્વારા રજુઆત કરાઈ હતી અને જો માંગ નહીં સંતોષાય તો હાઇકોર્ટનાં દ્વાર ખટખાટાવીશું તેવી ચીમકી પણ સરપંચોએ કરી છે,
માત્ર મટીરીયલ માટેનું ટેન્ડર છે કામ માટે નહીં. મનરેગા યોજના સમગ્ર દેશની યોજના છે અને માત્ર મટીરિયલ માટે છે કામ માટેનું નથી એ ટેન્ડરમાં જે સૌથી ઓછા ભાવ આવશે તેને એજન્સીને કામો ફાળવવામાં આવશે અને સરપંચોને ગામ બેઠા ટેન્ડર મળશે તેમજ વિકાસનાં કામોની બેઠકમાં પ્રભારી મંત્રીને માહિતી આપી હતી.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
નર્મદામાં મનરેગાનાં તથા ગ્રામ પંચાયતમાં થતા કામોનું ઇ-ટેન્ડરિંગનો સરપંચો દ્વારા વિરોધ કરી પ્રભારી મંત્રીને રજુઆત કરી.
Advertisement