ઝઘડિયાનાં સુલતાન પુરાના આહીર ફળિયામાં રહેતા ઉમેશ રણછોડભાઈ આહીર ઝગડિયા જીઆઈડીસીની ગુજરાત ઓર્ગેનીક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. ગતરોજ તે કંપનીમાં કામ કરતો હતો તે દરમિયાન અરુણ વસાવા નામનો અન્ય કામદાર તેના કપડા ઉપર પડતો પાવડર વારંવાર સાફ કરવા માટે એરલાઇન પાસે આવી પાવડર એર મારી સાફ કરતો હતો જે પાવડર ઉડીને ઉમેશ આહીર જ્યાં કામ કરતો હતો ત્યાં પડતો હોય તેણે બીજી જગ્યાએ પાવડર સાફ કરવા માટે જાઓ અહીં પાવડર છે જે હવામાં ઉડી જાય છે. તેમ કહેતા અરુણ વસાવા ગાળાગાળી કરી બોલવા લાગેલ. કંપનીમાં થયેલ બોલાચાલી બાબતની રીસ રાખી અરુણ વસાવાએ નોકરી પુરી થયા બાદ કંપનીની બહાર કંપનીનાં યુથપાવર કોન્ટ્રાક્ટરનાં સુપરવાઇઝર ચેતન વસાવાને માણસો બોલાવી લાવેલ. અરુણ વસાવાએ ઈશારો કરી ઉમેશ આહિરને બતાવ્યો હતો. જેથી ઈકો ગાડીમાં આવેલ મળતિયાઓ ઉમેશ પાસે ધસી ગયા હતા અને તે સમયે અરુણ વસાવાના હાથમાંનો લોખંડનો સળીયો તેણે ઉમેશ આહિરનાં માથામાં મારી દીધો હતો જેથી તેને ચામડી ફાટી ગઈ હતી અને લોહીલુહાણ થયો હતો. દેવેન્દ્ર વસાવા નામનાં ઈસમે તેના હાથની લાકડી વડે ઉમેશને પગના પાછળના ભાગે એક સપાટો મારી ઇજા પહોંચાડી હતી. ઉમેશ રણછોડભાઈ આહિરે તેના પર થયેલ હુમલામાં (૧) અરુણ દેવેન્દ્ર વસાવા (૨) ચેતન વસાવા (૩) વિનોદ (૪) જીતેન્દ્ર વસાવા (૫) ઘનશ્યામ (૬) વિષ્ણુ તમામ રહે. તુણાં તા. વાલીયા (૭) જીતેન્દ્ર વસાવા રહે. જબુગામ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઝઘડીયા જીઆઇડીસીની ગુજરાત ઓર્ગેનિક કંપનીમાં કામ કરતા એક કામદાર પર 7 જેટલાં ઇસમોએ નજીવી બાબતે હુમલો કર્યો.
Advertisement