ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાલ દ્વારા સ્વચ્છતા અભિયાન એવોર્ડ વિતરણ કાર્યક્રમ તારીખ ૧૮ જૂન ૨૦૨૦ નાં રોજ સાંજે પાંચ વાગ્યે ઑન લાઈન અધ્યક્ષ શ્રી લાલ બહાદુર રાણા દ્વારા આયોજિત કરવામાં આવેલ હતો. આ પ્રસંગે સરસ્વતી વંદના સુમન સોની બિહાર દ્વારા કરવામાં આવી ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન સચિવ શ્રી રમેશભાઈ મૂલવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ એમ્બેસેડર ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાલનાં ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા સંયોજક તરીકે મહત્વની ભૂમિકા ભજવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. તેઓએ અતિથિ વિશેષ શ્રી સુગ્યા મોદી “મહાત્મા સે મહાત્મા” ના લેખક અને ગાંધીવાદીનું શબ્દો રૂપી ફૂલમાળા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતનાં ડૉ ગુલાબચંદ પટેલ હિન્દી ગુજરાતી સાહિત્યકાર અને સામાજિક કાર્યકરનું તથા, એડવોકેટ શ્રી કાંતિભાઈ પટેલ,ખચાનચી શ્રી રમેશભાઈ મૂલવાણી સચિવ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી શ્રી ઇશ્વર ભાઈ ડાભી શિક્ષક ડીસા, શ્રી અશ્વિન ભાઈ પ્રજાપતિ શિક્ષક, શ્રી રાજેશ ભાઈ પટેલ તથા સતીષ કુમાર પ્રજાપતિનું “સ્વચ્છતા અભિયાન એવોર્ડ – ૨૦૨૦ થી સન્માનિત શ્રી સુગ્યા મોદીનાં કર કમલોથી અર્પિત કરવામાં આવ્યા હતા.
ડૉ ગુલાબચંદ પટેલ
ગાંધીનગર : સ્વચ્છતા અભિયાન એવોર્ડ – ૨૦૨૦ વિતરણ કાર્યક્રમ ગાંધી પીસ ફાઉન્ડેશન દ્વારા સંપન્ન.
Advertisement