પંચમહાલ જીલ્લાનાં મોરવા હડફ તાલુકાનાં સંતરોડ ખાતે હિન્દુ યુવા વાહીની સંસ્થા દ્વારા શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાજંલી અર્પણ કરવામા આવી હતી. સાથે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાના આહાવન સાથે ચાઈનાનાં રાષ્ટ્રપતિ ઝીનપીંગનું પુતળુ બાળીને સખત વિરોધ નોંધાવ્યો હતો. પંચમહાલ જીલ્લાનાં મોરવા હડફ તાલુકાનાં સંતરોડ ખાતે ભારત-ચીન સરહદે થયેલી ઝડપમાં શહીદ થયેલા સૈનિકો માટે એક શ્રદ્ધાજંલી કાર્યક્રમ હિન્દુવાહીની પંચમહાલ દ્વારા રાખવામા આવ્યો હતો. જેમાં પ્રથમ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદો માટે મીણબત્તી પ્રગટાવીને તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરવામા આવ્યા હતા.સાથે ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામા આવે તેવુ આહવાન કરવામાં આવ્યુ હતુ અને ચીનનાં રાષ્ટ્રપતિનુંપુતળુ બાળીને સખત વિરોધ હિન્દુ યુવાવાહીનીનાં કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લા હિન્દુ યુવાવાહીનીનાં અધ્યક્ષ દિનેશભાઈ પરમાર, ઉપાધ્યક્ષ ઉમેશભાઈ વણઝારા, મોરવા હડફ તાલુકા અધ્યક્ષ અમિતભાઈ ગિંદવાણી, ગોધરા તાલુકા અધ્યક્ષ રિતેશભાઈ,તથા કાર્યકરો,સંતરોડ વેપારી મંડળ,અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ફેલાવા માટે જવાબદાર નાપાક ચીન તેની હરકતોમાંથી બહાર નથી આવતુ. દેશની સીમા પર સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપમાં ૨૦ જવાનોએ પોતાના પ્રાણ ત્યજી દેતા ભારતદેશના નાગરીકોમાં આક્રોશની લાગણી જોવા મળી છે.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : હિન્દુ યુવા વાહીની દ્વારા ચીનનાં રાષ્ટ્રપતિનું પૂતળા દહન, ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી 20 શહીદોને શ્રધ્ધાજંલી આપી.
Advertisement