Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાલ દ્વારા સ્વચ્છતા અભિયાન, સામાજિક કાર્યકર અને સાહિત્યકારોનો સન્માન સમારોહ યોજાયો.

Share

ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાલનાં અધ્યક્ષ તથા ફોઉંડર શ્રી લાલ બહાદુર રાણા દ્વારા તારીખ ૧૮ જૂન ૨૦૨૦ સાંજે ૫ વાગ્યે મહાત્મા ગાંધજીની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સ્વચ્છતા,અભિયાનમાં જોડાયેલ, સામાજિક કાર્યકર અને સાહિત્યકારોનો સન્માન હેતુ આયોજિત કરવામાં આવ્યો હતો. સંયોજક ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા સુગ્યા મોદી અને લાલ બહાદુર રાણાનું શબ્દો રૂપી ફૂલ માળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઑન લાઈન સન્માન પત્ર આદરણીય શ્રી સુગ્યા મોદી ગાંધી વાદી લેખક નોઈડા દ્વારા સામાજિક કાર્યકર અને સાહિત્યકારોને અર્પિત કરવામાં આવ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી, સરસ્વતી વંદના બિહારની સાહિત્યકાર સમાજ સેવી સુમન સોની દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમનું સુંદર સંચાલન સચિવ શ્રી રમેશભાઈ મૂલવાણી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાલનાં ઇન્ટરનેશનલ એમ્બેસેડર તેમજ કાર્યક્રમનાં સંયોજક અને અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર, સામાજિક કાર્યકર, વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ યોજનાર શ્રી ઇન્ડિયન લાયન્સ ગાંધીનગર, હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, ભૂતપૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડેંટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસનું પણ સન્માન પત્ર આપી શ્રી લાલ બહાદુર રાણા પ્રમુખ ગાંધી પીસ ફાઉન્ડેશન નેપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં સંચાલક શ્રી રમેશભાઈ મૂલવાણીનું સન્માન પત્ર આપી પ્રમુખ શ્રી એ સન્માન કર્યું હતું. કાર્યક્રમ અંતમાં ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ, અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભાર વીધી કે.આઈ પટેલ એડવોકેટ ગાંધી નગર દ્વારા કરવામાં આવી હતી. તેઓનું સન્માનપત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ સામાજિક કાર્યકર છે અને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરનાં ખચાનચી છે અને કાર્યક્રમનાં અંતિમ તબક્કામાં ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા રાષ્ટ્ર ગીત જન ગણ મન રજૂ કરવામાં આવ્યું અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

ડૉ ગુલાબચંદ પટેલ

Advertisement

Share

Related posts

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમદાવાદ જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયુ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં પાર્ક કરેલી ફોરવીલર ના ચારેય ટાયરની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!