હર હંમેશ દગાખોરી કરનાર ચીન દ્વારા હાલ કાશ્મીરમાં લદાખ ખાતે ધુષણખોરી કરીને ધર્ષણ કરતાં જેમાં 20 જવાનો શહીદ થયા હતા જેને લઈ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તમામ લોકો હવે ચીનનાં સામાન નહીં લેવા કે વેચવા માટે તૈયારીઓ બતાવી છે. દેશમાં ચીનનાં તમામ સામાનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં તો ચાઈના બનાવટનાં ટી.વી. સહિત સામાનને જાહેરમાં ફેંકીને તોડવામાં આવી રહયા છે. ચાઇનમાં સામાનનાં બહિષ્કારથી દેશપ્રેમ વ્યકત કરવામાં આવી રહ્યો છે. જયારે ભરૂચ જીલ્લાનાં હાંસોટ તાલુકાનાં સજોદ ગામનાં યુવાન દ્વારા ચાઇનાનાં મોબાઈલ ફોનને તોડી નાંખી ચાઈના માલનો બહિષ્કાર કરવાનો વિડીયો વાઇરલ થયો છે. અંકલેશ્વરનાં સજોદ ગામનાં પરેશભાઈ નામનાં યુવાને મોબાઈલ તોડવાનો અને ભુક્કા કરી નાંખતો વિડીયો વાઇરલ કર્યો છે. આ છે ચાઈનાથી નફરત એક સમયે જો દેશવાસી ચાઈનાનાં માલનો બહિષ્કાર કરે તો ચીનની આર્થિક સ્થિને અસર પહોંચી શકે છે.
ચીની સૈનિકોએ ધુષણખોરી કરીને દગાથી હુમલો કરવાથી ભારતીય 20 સૈનિકો શહિદ થવા બદલ ભરૂચનાં હાંસોટ તાલુકાનાં સજોદ ગામનાં યુવાને ચાઈનાની કંપનીનો મોબાઈલ ફોન તોડી નાંખીને ચાઈનાનાં સામાનનો બહિષ્કાર કરવાનો વિડીયો વાઇરલ થયો હતો.
Advertisement