Proud of Gujarat
FeaturedGujaratINDIA

ટ્રાઈબલ વિસ્તારના બે ધારાસભ્યોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી બંધારણની પાંચમી અનુસૂચિ જોગવાઈનાં અમલની માંગ કરી.

Share

ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારનાં સિનિયર ધારાસભ્ય અને આદિવાસી પટ્ટી પર પ્રભુત્વ ધરાવનાર ધારાસભ્ય છોટુભાઈ વસાવા તથા તેમના પુત્ર અને ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બંધારણની પાંચમી અનુસૂચિ જોગવાઈના અમલ માટે બનાવેલ પેસા કાનૂનનો દેશભરમાં અસરકારક અમલ થાય તેવી માંગ કરતો પત્ર લખ્યો છે. ધારાસભ્યોએ તેમના પત્રમાં જણાવ્યું છેકે બંધારણની પાંચમી અનુસૂચિનાં અસરકારક અમલ અંગે પેસા કાનૂન અમલમાં છે. તેની જોગવાઈઓ લાગુ પાડવામાં આવે તો આદિજાતિની વસ્તીના લોકોની સામાજિક,આર્થિક,રાજકીય અને સાંસ્કૃતિક હિતોની જાળવણી થઈ શકે તેમ છે. જે બાબતે તેઓએ તેમના પત્રમાં ધ્યાનમાં લેવા માટે ૧૦ જેટલા મુદ્દાઓની ભલામણ કરી છે. ભલામણ કરેલા મુદ્દાઓમાં જણાવાયું છે કે મહેસુલ ધારાની અધિનિયમ ૧૯૭૯ની કલમ ૭૩ ક ચારચાર ૧૯૬૧ નાં જાહેરનામા ભંગના કિસ્સાઓ શોધી કાઢવા અભિયાન ચલાવી અસરકારક અમલ કરવો. સન ૧૯૪૮ થી અમલમાં આવેલા ગણોત ધારા અધિનિયમ હેઠળ જમીન મોટાપાયે હસ્તાંતરણ થયેલ છે, કાયદાની છટકબારીઓ તથા રાજકીય વગ નો ઉપયોગ કરી ગણોતિયા તરીકેના હકો ડુબાડીને કેટલાક જમીન દલાલોએ નફાખોરી કરી છે.હાલ ચાલુ છે તે અટકાવી મૂળ સ્થિતિમાં લાવવામાં આવે તે જરૂરી છે. જીઆઇડીસી વગેરેના જમીન સંપાદન તથા ગણોતિયાઓને બદલે મૂળમાલિકને વળતર ચૂકવવામાં આવે છે તે ગેરકાયદેસર છે.શિડયુલ વિસ્તારના ૧૩ જિલ્લાના ૫૦ તાલુકાનાં ગામોમાં ગણોતધારાની જમીનમાં અનઅધિકૃત વેચાણ તથા હસ્તાંતરણનાં કિસ્સાઓની પુનઃ સમીક્ષા કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે તે અનિવાર્ય છે. શિડયુલ આવેલ જળાશયોની પુનઃ સમીક્ષા કરવામાં આવે તથા જળ વ્યવસ્થાપનના અધિકારોમાં પ્રાથમિકતા આપવામાં આવે. સિંચાઇ યોજનાના હેતુઓ માટે વાપરવા પર પ્રતિબંધ મુકવામાં આવે.આદિજાતિ સલાહકાર બોર્ડનું માળખું કેન્દ્રીય રાજ્ય જિલ્લા તાલુકા રાજ્ય સ્તરે કાર્યરત કરવાની જરૂર છે, જેનાથી સ્થાનિક પ્રાદેશિક તથા રાષ્ટ્રીય સ્તરના પ્રશ્નોના ઝડપી ઉકેલ આવી શકે.શિડયુલ વિસ્તારમાં ગૌચર, ગામતળ, ખરાબા, સરકારી જમીન ટોચ મર્યાદા હેઠળ ફાજલ જમીનો પર થયેલા અનઅધિકૃત દબાણ પર નિયમોનુસાર ખાસ ઝુંબેશ ચલાવવી.શિડયુલ વિસ્તારની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માટેની જોગવાઈઓ છે તે મુજબ શિડયુલ વિસ્તારમાં આવેલ સહકારી સંસ્થાઓમાં પદાધિકારીઓનાં હોદ્દામાં અનામતની જોગવાઈનો અસરકારક અમલ કરવો. આદિજાતિ ઉત્કર્ષ વિકાસ ફંડ નો દુર ઉપયોગ કરી અંગત હિતો માટે વાપરનારાઓ માટે જવાબદારી નક્કી કરવા કેન્દ્ર-રાજ્ય સ્તરે કાનૂન બનાવી દોષિતોની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવી.શિડયુલ વિસ્તારમાં સ્વશાસન માટે અવરોધરૂપ કેન્દ્ર કે રાજ્ય સરકારના કાર્યોની પુનઃ સમીક્ષા કરવી. શિડયુલ વિસ્તારમાં આઠ કિલોમીટર ત્રિજ્યાના મર્યાદાના કાયદાને પુન: દાખલ કરવો અને સ્થાનિક લોકોને રોજગારી ધંધા માટે ઉત્તેજન આપવું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ફોર વ્હિલર ગાડી તથા મોબાઈલ મળી લાખો રૂપિયા મુદ્દામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

રખડતા ઢોર મામલે હાઈકોર્ટે સરકારને કર્યો આ આદેશ, 9 જાન્યુઆરી વધુ સુનાવણી હાથ ધરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!