તાજેતરમાં કેવડી કુંડ ગામે મારામારીનો બનાવ બન્યો હતો આ સંદર્ભમાં સામસામે ફરિયાદો પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. જેમાં મુકેશ વેચાણ વસાવા અને તેની પત્ની શકુંતલાબેન ઉપર જૂની અદાવતમાં હુમલો થયો હતો. હુમલામાં મુકેશને છાતી ઉપર તેમજ હાથ પગ ઉપર ચપ્પુ મારવામાં આવ્યા હતા તેની પત્ની શકુંતલાનું માથું ફોડી નાખ્યું હતું અને માર માર્યો હતો. આ ગુના સંદર્ભમાં પોલીસે ઇજાગ્રસ્ત મુકેશ વસાવાની હોસ્પિટલ ખાતે ફરિયાદ લીધી હતી જેમાં સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ગુનાના આરોપીઓને ઝડપી પાડવા સુરત જિલ્લા નાયબ પોલીસવડા સી એમ જાડેજાએ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને આરોપીઓને ઝડપી લેવાની કવાયત શરૂ કરી હતી. જેમાં ધર્મેશ બાબુ વસાવા, બીપીન વિજય વસાવા, શૈલેષ છત્રસિંહ વસાવા, અજીત બાબુ વસાવા અને બાબુ ગામટા વસાવા સહિત પાંચ આરોપીને ઝડપી લઇ અટકાયત કરવામાં આવી હતી. જ્યારે મારામારીમાં ઘવાયેલા સામા પક્ષના અન્ય બે આરોપીઓ હાલ સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓની કાયદેસર ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વાંકલ : માંગરોળનાં કેવડી કુંડ ગામે પતિ પત્ની ઉપર હુમલો કરનારા પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી.
Advertisement