માંગરોળ તાલુકાનાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા NCP બિન ચેપી રોગનું સ્કેનિંગ ચાલી રહ્યું છે. જેમાં વાંકલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ફળિયે ફળીયે જઇ લોકોની તપાસ હેલ્થ વર્કર બહેનો અને મલ્ટી પર્પસ હેલ્થ વર્કર દ્વારા તથા આંગણવાડી બહેનોનાં સહયોગથી રોગની તપાસ માટે કાર્ય હાથ ધરાયું છે. સુગર પ્રેશર ડાયાબિટીસ કેન્સર વગેરે બિનચેપી રોગોનુ તપાસ અને નિદાન માટે 30 વર્ષથી મોટી ઉંમરના લોકોને સ્કેનિંગ હાથ ધરાયું છે. દર મંગળવારે વાંકલ આરોગ્ય કેન્દ્ર દ્વારા આ સ્કેન કરવામાં આવે છે જેમાં ઉંચાઇ, વજન, કમરનો ઘેરાવો, બ્લડ ટેસ્ટિંગ, બ્લડ પ્રેશર, સુગર વગેરે તપાસ કરવામાં આવે છે.
Advertisement