રાજપીપળા નગર પાલિકાનો કથળી ચૂકેલો વહીવટ નગરજનો માટે માથાનાં દુખાવા સમાન બન્યો છે. જેમાં આશાપુરી મંદિર પાછળ આવેલા લિલોડીયા ફળીયામાં છેલ્લાં દોઢ વર્ષથી પુરતાં પ્રમાણમાં પાણી આવતું જ નથી. ઘરની અંદરનાં નળમાં પાણી આવતું નથી, બહારનાં નળેથી મહીલાઓને પાણી ભરવું પડે છે અને માત્ર પંદર કે વિસ મિનિટ જ પાણી આવતું હોવાથી ઘરના અન્ય કામો થતા નથી તથા પીવાનું પાણી પણ પુરતું ભરી શકાતું નથી, તેવો બળાપો આવેદનપત્ર આપવા આવેલી મહીલાઓએ ઠાલવ્યો હતો. જોકે નગરપાલિકામાં આ મુદ્દે વારંવાર રજુઆતો કરવા છતાં સત્તાધીશોનાં પેટનું પાણી હાલતું નથી તેમ પણ મહિલાઓએ જણાવ્યું હતું. જોકે આ સમસ્યા ફક્ત લીલોડિયા ફળીયામાં નથી પરંતુ શહેરના દરબાર રોડ, ભાટવાડા, સોનિવાડ સહિતનાં ઘણા વિસ્તારોમાં ઓછા પ્રેસરથી અને પંદર વીસ મિનિટ જ પાણી આવવાની ફરિયાદ સંભળાઈ રહી હોય આ વિસ્તારનાં લોકોએ પણ અગાઉ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી. જ્યારે અમુક વિસ્તારોમાં પાણીની રેલમછેલ જોવા મળે છે તેમ પણ જાણવા મળ્યું હતું. નગરપાલિકાના સભ્ય કમલેશભાઈએ જણાવ્યું હતું કે વેરા વઘારવાની જે વાત છે તે તદ્દન ખોટી છે. રાજપીપળાનાં સફેદ ટાવરની પાસે વાલ લીકેજ છે અને રોજ પાણીનાં સમયએ હજારો લીટર પાણી ગટરમાં વહી જાય છે
અને અમુક વિસ્તારમાં પાણી નથી મળતું અને 600 રૂપિયા પાણી વેરો પાલીકા દ્વારા લેવામાં આવે તે ફિલ્ટર પાણીનાં 600 રૂપિયા લો છો અને સાદું પાણી આપો છો. ફિલ્ટર પાણીનું પ્લાન્ટ કોરોડો રૂપિયાનું આજે વર્ષોથી બંઘ હાલતમાં પડેલો છે આજે એને જોવાવાળું કોઈ નથી મારી રાજપીપળા નગરપાલિકાને કહેવું છે કે પાણી વેરો તો વધવો જ ના જોઈએ એવી અમારી માંગણી છે. ફિલ્ટર પ્લાન્ટનાં બદલે બીજો જ પ્લાન્ટ જ પધરાવી જતો રહીયો છે અને પ્લાન્ટનાં પેમેન્ટ પણ ચૂકવી દીધેલો છે જે પ્લાન્ટમાં પાણી ફિલ્ટર થતું નથી અને ત્યાં બધી ગંદકી જ છે.
રિપોર્ટર આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.
રાજપીપળા લિલોડીયા ફળીયામાં છેલ્લા દોઢ વર્ષથી પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં નહીં આવતાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement