Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં લીંક રોડ ઉપર આવેલ યોગેશ્વર નગર ફલેટનાં ધાબા પર દારૂની મહેફિલ સાથે હારજીતનો જુગાર રમનારા 10 જુગારિયાને પોલીસે ઝડપી લઈ રૂ.7,85,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Share

ભરૂચ જીલ્લામાં લોક ડાઉનનાં 5 માં તબક્કામાં છૂટછાટ મળતા જ તેનો ગેરલાભ ઉઠાવનારા લોકોએ જુગાર અને દારૂનાં ધંધાઓ શરૂ કરી દીધા છે. હમણાં સુધીમાં ભરૂચ જીલ્લામાં 1 જૂનથી લઈને 16 જૂન સુધી લાખો રૂપિયાનો દારૂ અને અસંખ્ય લોકો હારજીતનો જુગાર રમતાં ઝડપાયા છે. ત્યારે ભરૂચ શહેર પોલીસ પેટ્રોલીંગમાં હતી અને આ દરમ્યાન PSI ચૌહાણ લીંક રોડ ઉપર સ્ટાફનાં માણસો સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન પાકી બાતમી બાતમીદારે આપી કે યોગેશ્વર ફલેટમાં ધાબા ઉપર ટોળાં વળી દારૂની મહેફિલ સાથે જુગાર રમવામાં આવી રહ્યો છે. આથી પોલસે ધાબા ઉપર પહોંચી ત્યાં બિંદાસ જુગાર રમતાં પ્રતિકકુમાર પટેલ, કર્તવ્ય ઉર્ફે મોન્ટુ પ્રવીણ રાણા, કૃણાલ પરમાર, જતીન ચૌહાણ, વિવેક પંડયા, સાજીદ સૈયદ, ધ્રુવકુમાર પટેલ, વિરલ મોદી, મયુર પરમાર, યોગેશ નિકુમ નાઓ ઝડપાયા હતા. પોલીસે દાવ પર લાગેલા 48,000 રોકડા, 2,61,000 અંગ ઝડતીનાં રોકડા, મોબાઈલ ફોન, કાર, બાઇક મળી દારૂની બોટલ મળી કુલ રૂ.7,85,000 સાથે તમામને ઝડપી લીધા હતા. પોલીસે 10 લોકો સામે જુગારધારા, દારૂબંધી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી શહેર પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

જામનગર-વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજની વિદ્યાર્થિની જૂડોમાં ઝળકી

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પાંજરોલી પ્રા.શાળાના શિક્ષકનું ઉમિયા પરિવાર ટ્રસ્ટ ઉમિયાધામ સુરત દ્વારા ઉમારત્ન એવોર્ડથી સન્માન કરાયુ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામે છ વર્ષની બાળકી સાથે આધેડ દ્વારા દુષ્કર્મ આચારવામાં આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!