ભરૂચ જીલ્લામાં રોજેરોજ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ભરૂચ જીલ્લામાં આવતાં અન્ય જીલ્લાનાં લોકોને કારણે જીલ્લામાં કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે ત્યારે જંબુસર શહેર તો છેલ્લાં કેટલાંક દિવસોથી હોટસ્પોટ બની ગયો છે. આ શહેર રેડ ઝોનમાં આવી રહ્યું છે. રોજરોજ સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જયારે જંબુસર શહેરમાં આજે કસ્બા વિસ્તારનાં બે યુવાનનો રિપોર્ટ પોઝિટીવ આવતા જંબુસર શહેરમાં હડકંપ મચી ગયો હતો. હજુ ગઇકાલે 2 કેસો આવ્યા હતા અને 24 કલાકમાં બીજા 2 કેસ આવતાં શહેરમાં 2 દિવસમાં 11 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે આજે જંબુસર શહેરનાં તમામ વેપારીઓએ નિર્ણય કર્યો છે કે સાત દિવસ સુધી તમામ શોપિંગ સેન્ટરોની દુકાનો બંધ રહેશે. એટલે કે આજે તમામ શોપિંગ સેન્ટરો બંધ કરીને પાલિકા દ્વારા તમામ દુકાનોને સેનેટાઈઝ કરવામાં આવી હતી.
જયારે ભરૂચ જીલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 100 એટલે કે એક સદી પર પહોંચી ગઈ છે. જીલ્લામાં મૃત્યુનો આંક 7 પર પહોંચી ગયો છે. હવે જંબુસર શહેર સાત દિવસ માટે બંધ કરીને કોરોનાનું સંક્રમણ રોકવા લોકોએ સ્વેચ્છા એ જ પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
ભરૂચ જીલ્લાનાં જંબુસર શહેરનાં વધુ બે યુવાનોનાં રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા 100 પર પહોંચી છે.
Advertisement