Proud of Gujarat
FeaturedGujaratINDIA

મધ્યપ્રદેશ ભોપાલનાં મુનિ વશિષ્ઠએ ઓમકારેશ્વરથી સાષ્ટાંગ દંડવત સાથે નર્મદા પરિક્રમા કરતા નેત્રંગ ખાતે આવતાં નગરજનોએ તેમનું સ્વાગત કર્યું.

Share

નર્મદામૈયા પર નાનપણથી અતૂટ શ્રદ્ધા અને આસ્થાને કારણે નર્મદાપુરમ ભોપાલ એક મુનિ વશિષ્ઠએ ખેતી અને બ્યુટીકનો વ્યવસાય છોડીમાં નર્મદા અનોખી પરિક્રમા શરૂ કરી.
૨૦૧૯ ના નવેમ્બર માસથી સૌથી કઠિન અને મોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ૩ ડગલાં પગપાળા ચાલીને પરિક્રમા મધ્યપ્રદેશનાં ઓમકારેશ્વર મહાદેવનાં મંદિરે દર્શન કરી આ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જ્યારે આજે ૨૦૨ દિવસ પહેલા આ પરિક્રમા શરૂ કરી હતી. ૫૫૦ કિલોમીટરનું અંતર કાપી તા.૧૨મી જૂનનાં રોજ મુનિ વશિષ્ઠ પરિક્રમા કરતા કરતા નેત્રંગ ખાતે આવી પહોંચ્યા હતા. જેમનું નગરજનોએ સ્વાગત કરી પ્રસાદી અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુનિ વશિષ્ઠ કે જેઓ એક કિલોમીટરનાં અંતરમાં ૫૨૫ જેટલા સાષ્ટાંગ દંડવત કરી આખા દિવસમાં ૨ થી ૨.૫ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે.

મુનિ વશિષ્ઠએ ૨૦૧૭ માં પહેલી નર્મદ પરિક્રમા અન્ન વિના ફક્ત ફળફળાદિ લઈને ચાર માસ સુધી પગપાળા પરિક્રમા પૂર્ણ કરી હતી. તો મુનિ વશિષ્ઠએ બીજી પરિક્રમા ૨૦૧૯માં ૧૧૧ દિવસ મૌનવ્રત ધારણ કરીને કરી હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો અને માં નર્મદા પર મુનિ વશિષ્ઠને અતૂટ શ્રદ્ધા અને આસ્થાને કારણે ૨૦૧૯ ના નવેમ્બર માસથી સૌથી કઠિન અને મોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ૩ ડગલાં પગપાળા ચાલીને સાષ્ટાંગ દંડવત કરી પરિક્રમા કરી રહ્યા છે. નર્મદાપુરમ ભોપાલ મુનિ વશિષ્ઠએ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે અને ઈન્દોરમાં આવેલ આઈડિયા કંપનીમાં નોકરી પણ કરી છે. ત્યારબાદ ભોપાલમાં એક જનરલ સ્ટોર પણ શરૂ કર્યા હતો. પરંતુ માં નર્મદાની ભક્તિમાં રંગ લાગતા ૩૮૦૦ કિમીની પગપાળા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પરિક્રમા કરતા. ૫૨૫ કિ.મી.નું અંતર કાપી નેત્રંગ પહોંચ્યા બાદ હવે ૩૩૦૦ કિ.મી.ની પરિક્રમા બાકી છે. જે ૨ વર્ષ ૧૧ મહિનામાં પૂર્ણ કરાશે. નર્મદા નદી ચાર રાજ્યોને જોડે છે. દરેક ભક્તોને નિવેદન છે માને જેટલી સાફ – સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત રાખે એ સૌથી સારું છે. કેમ કે જળ છે તો જીવન છે. મારો હેતુ તો ધાર્મિક છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માં નર્મદા આપે એ જ પ્રાર્થના કરું છું. માં નર્મદાએ મને આ યાત્રા કરવાની શક્તિ અને ભક્તિ કરવાનો મોકો આપ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ધોળીકુઇ વિસ્તારના બારીયા ફળિયામાં બાળકો સાથે દેવદિવાળીના પર્વ તથા ગુરુ નાનક દેવજીની જન્મ જયંતીની ઉજવણી.

ProudOfGujarat

ભરૂચના દહેજ ઘોઘા રો-પેક્સના શિપને રવાના કરાવતી વેળા ટગ પાણીમાં પલટી જતા ૧ ક્રુ મેમ્બરનું મોત નીપજ્યું હોવાની આશંકા.

ProudOfGujarat

કરજણ ગામની સીમમાં જુગારા રમતા ૫ આરોપીઓ ઝડપાયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!