પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ, 2020ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-30 અને 34 હેઠળ મળેલા અધિકારની રૂએ ગોધરા નગરપાલિકાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ એક વિસ્તાર દેસાઈવાડાને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. કોવિડ-19નાં નોંધાયેલ પોઝિટિવ કેસ બાદ આ વિસ્તારમાં છેલ્લા 28 દિવસના સમયગાળા દરમિયાન કોઈ નવો કેસ ન આવવાની બાબતને ધ્યાનમાં લઈને આ હુકમ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના કુલ 38 ઘરોમાં વસતા 82 લોકોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાંથી 19 મે, 2020 બાદ કોઈ નવો કેસ મળી આવ્યો નથી. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ મળી આવવાના પરિણામે અત્યાર સુધી કુલ 75 વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્યારની સ્થિતિએ કુલ 30 વિસ્તારોને છેલ્લા 28 દિવસોથી કોઈ પોઝિટીવ કેસ ન મળી આવવાના પરિણામે ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. બાકી રહેલા 45 વિસ્તારોના લોકોને હજી ક્લસ્ટર ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી