રાજ્ય સરકારની સુચના મુજબ તથા પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના તમામ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિનામૂલ્યે અનાજ વિતરણની આ કામગીરી તા.24 જૂન સુધી ચાલુ રહેશે. પ્રથમ દિવસે રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના હેઠળ આવરી લેવાયેલા જિલ્લાના કુલ 37,447 લાભાર્થીઓને તેમજ 909 નોન એન.એફ.એસ.એ. બીપીએલ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાલોલ તાલુકામાં 3462, ગોધરા તાલુકામાં 12013, જાંબુઘોડા તાલુકામાં 1125, ઘોઘંબા તાલુકામાં 5104, મોરવા (હડફ) તાલુકામાં 2557, શહેરા તાલુકામાં 10,101 તેમજ હાલોલ તાલુકામાં 3085 એનએફએસએ અને પીએમજીકેએવાયના લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોન એન.એફ.એસ.એ. બીપીએલ લાભાર્થીઓને જિલ્લામાં કરાયેલ વિતરણનાં આંક જોઈએ તો કાલોલ તાલુકામાં 202, ગોધરા તાલુકામાં 347, જાંબુઘોડા તાલુકામાં 39, ઘોઘંબા તાલુકામાં 29, મોરવા હડફ તાલુકામાં 82, શહેરા તાલુકામાં 130, હાલોલ તાલુકામાં 80 લાભાર્થીઓને આ હેઠળ વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 2,13,400 એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકો અને 9343 નોન એન.એફ.એસ.એ. બીપીએલ રેશનકાર્ડ ધારકો છે.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાયું.
Advertisement