Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં હાઇવે ઉપર હોટલ શિવકૃપા નજીક ટેમ્પોમાં દવાનાં બોક્ષની નીચે વિદેશી દારૂ સંતાડીને લઈ જતા 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ LCB પોલીસે બાતમીને આધારે નેશનલ હાઇવે નં.48 ઉપર અંકલેશ્વરથી ભરૂચ વચ્ચે આવેલ હોટલ શિવકૃપા પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન આઇસર ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતાં તેમાં દવાના બોક્ષ નંગ 730 ભરેલા હતા. પોલીસે વધુ તપાસ કરતાં તેની પાછળ છુપાવીને રાખેલ દારૂની બોટલ 113 નંગ કિંમત રૂ.45,200 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં દારૂ અને દવા ગોવાથી ભરીને અમદાવાદ લઈ જવાતો હતો. પોલીસે દારૂ તેમજ દવાનાં બોક્ષ નંગ 730 કિંમત રૂ.19,48,531 તેમજ ટેમ્પો મળી કુલ રૂ. 25,04,931 નાં મુદ્દામાલ ઝડપી લઈને ખેડાના રહીશ ધર્મેશ પટેલ તેમજ હર્ષલ મકવાણા ઇશનપુર અમદાવાદને ઝડપી લઈને આ અંગે અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં પાલેજ નજીક આવેલ કિસનાડ ગામે એક મકાનમાં વિકરાળ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

વડોદરા-એસ.ઓ.જી પોલીસે 91 હજારની કિંમતના 15 કિલો ગાંજા સાથે બે મહિલાઓની ધરપકડ કરી…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : પાટડીમાં આવારા તત્વો દ્વારા મસ્જિદમાં દારૂની બોટલ મુકતા મુસ્લિમ સમાજમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!