Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકામાં કુણ નદી પર આવેલ વેન્ટેડ ડીપ પર પુલ બનાવવાની કામગીરીને ધ્યાને રાખી અવર-જવર 15 મી નવેમ્બર, 2020 સુધી પ્રતિબંધિત વૈક્લ્પિક રસ્તાઓ જાહેર કરાયા.

Share

ગોધરા અને શહેરા તાલુકાની વચ્ચે કુણ નદી પર આવેલ વેન્ટેડ-ડીપની જગ્યાએ નવીન પુલ બનાવવાની કામગીરીને ધ્યાનમાં લઈને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ- 33(1) (ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ આ વેન્ટેડ ડીપ પર બંને તરફથી પસાર થતા તમામ પ્રકારના વાહનોને તા.15 મી નવેમ્બર, 2020 સુધી સદંતર બંધ રાખવા ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કાંકણપુર-ઓડિદ્રા-ધાણીત્રા-જાલીયા (તા. ગોધરા) બાજુનો ટ્રાફિક વાયા છકડિયા ચોકડી-રેણા (મોરવા) તથા રતનપુર (કાં)-કબીરપુર ચોકડી-નદીસર-મોરવા (રેણા) બાજુ તેમજ મોરવા (રેણા)-ભુરખલ- ભાટના મુવાડા (તા. શહેરા) બાજુનો ટ્રાફિક નદીસર-કબીરપુર ચોકડી-રતનપુર (કાં) તથા મોરવા (રેણા) ચીતરીપુર-ધાણીત્રા-છકડીયા ચોકડી થઈને વૈકલ્પિક રીતે અવરજવર કરવાની રહેશે. જાહેરનામા અનુસાર આ રસ્તાનું કામ 15 મી નવેમ્બર, 2020 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે તેમજ જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પૂરતી તકેદારી રાખી યોગ્ય જગ્યાએ જરૂરી બોર્ડ દર્શાવવાના રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલની કામગીરી અન્વયે જમીન સંપાદનની કામગીરી પ્રગતિમાં છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં ગોવાલી ગામે પ્રચાર બાબતે યુવકને માર માર્યો.

ProudOfGujarat

ભરૂચની 500 થી વધુ દીકરીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : આનંદ હોસ્પિટલમાં 20 બેડની સુવિધા અને આઈ.સી.યુ સુવિધા સાથે શરૂ થતાં હવે નર્મદા જિલ્લાવાસીઓમાં રાહત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!