શિક્ષક વિશે કહેવાયુ છે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે” દેશનાં ભાવિ નાગરિકનું ભવિષ્ય નિર્માણ કરવાની જવાબદારી જેમના શિરે છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં શિક્ષક જગતને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમા મૂળ મહિસાગર જીલ્લાનાં લુણાવાડા તાલુકાનાં રાધવનાં મુવાડા ગામના વતની અને પંચમહાલ જીલ્લા શહેરા તાલુકાનાં કવાલી પ્રાથમિક શાળા ફરજ બજાવતા રામકિસન શનાભાઈ પટેલ શિક્ષકને પાવાગઢ પોલીસે ફોરેસ્ટ નાકા પાસેથી ૯૫૦૦ રૂપિયાની ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યો. પ્રાપ્ત વિગતો પ્રમાણે પાવાગઢ પોલીસને બાતમી મળી હતી કે મહિસાગરનાં લુણાવાડાના રાધવના મુવાડા ગામે રહેતા અને કવાલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રામકિશન શનાભાઇ પટેલ પાવાગઢ ખાતે ડુપ્લીકેટ નોટ વટાવવા ફરી રહ્યો છે. તેવી બાતમીનાં આધારે પાવાગઢ ફોરેસ્ટ ટોલ નાકા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે ઝડપેલ શિક્ષક પાસેથી રૂપિયા ૧૦૦ ની ૧૩ નોટ, રૂપિયા ૨૦૦ ની ૩૬ નોટ અને ૫૦૦ રૂપિયાની બે નોટો મળી ૯૫૦૦ રૂપીયાની ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. પોલીસ દ્વારા આરોપી શિક્ષકને કોવિડ-૧૯ ની ગાઈડ લાઈન મુજબ સરકારી કવોરન્ટાઈન કરવામાં આવ્યો છે. શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યકિત કેટલા સમયથી ડુપ્લીકેટ નોટ વટાવાના ધંધા સાથે સંકળાયેલ છે. તેની સાથે અન્ય કેટલાક વ્યકિત મળેલા છે ? ડુપ્લીકેટ નોટ કયાંથી આવી ? કોના દ્વારા લાવવામાં આવી ? તે તમામ બાબત પોલીસ તપાસ બાદ ખુલવા પામશે શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયને લાંછન લગાડતો કિસ્સો પંચમહાલનાં શિક્ષણ જગતમાં ચર્ચાનું સ્થાન બન્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી
પાવાગઢ પોલીસે પ્રાથમિક શિક્ષક શાળાનાં શિક્ષકને નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયો.
Advertisement