ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં દીવા ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદિત યોગ્ય વળતર નહી મળતા ખેડૂતો દ્વારા બે દિવસ પહેલા દીવા ગામ ખાતે પોતાનો વિરોધ નોંધાવતા કાર્યક્રમ કર્યો હતો. જેમાં પોલીસ દ્વારા ૪૦ જેટલા ખેડુતોની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભે રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતો પણ દમણ નહીં ગુજારવા અને તેમને યોગ્ય વળતર મળે તેવી લાગણી વ્યક્ત કરી પત્ર લખ્યો હતો. ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ છે તેમને હાલના ભાવ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે તેમજ બે દિવસ પહેલાં જે ઓથોરિટી દ્વારા તેઓના ઊભા પાકને નુકસાન કરવામાં આવ્યું છે તે નુકસાન બદલ વળતર ચૂકવવામાં આવે એટલું જ નહીં પણ આ ખેડૂતોનાં ખેતરોમાં ઉભા પાકને નુકસાન કરવા માટેનો ઓર્ડર આપનારા અધિકારીઓ જવાબદાર ઓથોરિટીનાં સંચાલકો સામે પગલાં ભરવામાં આવે. 40 ખેડુતોની ધરપકડ કરવામાં આવી છે ગેરવ્યાજબી છે જેતે અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેમજ વાપીથી લઈને ભરૂચ નહીં પણ વડોદરા સુધીમાં જે ખેડૂતોએ જમીન ગુમાવી છે તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જગતનાં તાત ઉપર દમનનો કોરડો વિજવામાં નહીં આવે તેમની પર દમન ગુજરવાનું બંધ કરવામાં આવે તેમજ તેમની સાથે અધિકારીઓ દ્વારા પ્રેમપૂર્વક વ્યવહાર કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.
Advertisement