ઝઘડિયા તાલુકાનાં રાજપારડી અને ઉમલ્લા પંથકમાં વિમલ, પાન મસાલા, તંબાકુ, ગુટખાની કાળા બજારી કરતા મોટા વેપારીઓ લોકડાઉન વધવાની અફવાનો લાભ લઇ ગુટખાના ભાવમાં વધારો કરી ફરી એક વાર કાળા બજારી શરૂ કરી છે. સરકાર દ્વારા અનલોક 1 માં છૂટછાટ મળ્યા બાદ કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ફરી એકવાર લોકડાઉન થાય તેવી અફવા સોશિયલ મિડીયાનાં માધ્યમથી ફેલાઈ રહી છે જેનો ખુલાસો ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે કરી પ્રજાને જણાવ્યું છે કે હવે લોકડાઉન નથી થવાનું છતાં પણ લોકડાઉનની અફવાને વેગ આપી ગુટકાની કાળા બજારી કરતાં વ્યાપારીઓ સક્રિય બન્યા. થોડાક દિવસો પહેલા ભરૂચની તોલમાપ વિભાગની ટીમ દ્વારા રાજપારડીનાં બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં ગુટખાનું વધુ ભાવે વેચાણ કરતા નાના વેપારીઓને ઝડપી પાડી અમુક દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો, પરંતુ મોટા વેપારીઓ છટકી જતા ફરી એક વાર કાળાબજાર કરતા હોલસેલનાં વેપારીઓ સક્રિય થઈ ખૂબ મોટા પ્રમાણમાં ગુટખાનું કાળાબજાર કરી રહયા છે તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે. ઝઘડીયા તાલુકાનાં રાજપારડી અને ઉમલ્લા પંથકમાં લોકડાઉન વધવાની અફવાનો લાભ લઈ ગુટખાનું કાળા બજાર ફરી એકવાર શરૂ થયુ છે. વિમલ, પાન મસાલાનો બજારભાવ ૧૨૪ રૂપિયા છે પરંતુ રાજપારડીના વેપારીઓ ૧૮૦ ના ભાવે એક પેકેટનું વેચાણ કરી રહયા છે એવી બુમો ઉઠવા પામી છે હવે જોવુ એ રહયુ કે આ કાળા બજારિયાઓ પર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાશે કે નઈ.
ઝઘડિયા : લોક ડાઉન વધવાની અફવાનો લાભ લઈ ગુટખાનું વેચાણ કરતા કાળા બજારીયાઓ સક્રિય બન્યા.
Advertisement