સોમવારનાં રોજ જાહેર થયેલા પરિણામોમાં ઘી પાલેજ હાઈસ્કૂલ દ્વારા ધોરણ ૧૨ નું માર્ચ ૨૦૨૦ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ ૭૪.૨૩% પરિણામ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. પાલેજ હાઈસ્કૂલ પાલેજ ખાતે ઉત્તરણીય થયેલ વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે પ્રજાપતિ આશાબેન મુળજીભાઈ ૯૧.૪૭% પી.આર ગુણ મેળવ્યા હતા. બીજો નંબર હાઈસ્કૂલનાં વિદ્યાર્થી બાપુ મોહયુદ્દીન હાજીઈનાયતભાઈ ૮૯.૭૧% પી.આર જ્યારે ત્રીજો નંબરે શેખ તબસ્સુમ તાલીફહુસૈન ૭૨.૭૭% પી.આર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. પાલેજ હાઈસ્કૂલનાં પ્રમુખ શ્રી અહમદખાન શરીફખાન પઠાણ તથા મંત્રી શ્રી અજયભાઇ શાહ તથા આચાર્ય શ્રી.સલીમભાઈ જોલી તથા મેનેજમેન્ટ તથા શાળા પરિવાર તરફથી શાળાનાં વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ બદલ શિક્ષકવર્ગનો આભાર માન્યો હતો.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
Advertisement