ગુલાબનો છોડએ પ્રેમનુ પ્રતિક માનવામા આવે છે. ગોધરા શહેરમા આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા પ્રોફેસરના મકાનના આંગણામાં રોપેલા ગુલાબના છોડની ફુલની ઉચાઈ ૩૯ ફુટ છે.જે ભારત દેશનો સૌથી ઉચો છોડ હોવાનુ લીમકા બૂક ઓફ રેકોર્ડ સંસ્થાએ બિરુદ આપ્યુ છે. પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરાના બામરોલી રોડ પર આવેલી નંદનવન સોસાયટી ખાતે રહેતા અરુણસિંહ સોલંકી કોર્મસ કોલેજ, ગોધરા ખાતે પ્રોફ્રેસર તરીકે ફરજ બજાવે છે. આ છોડ ૨૦૦૬ મા રોપ્યો હતો.જેની માવજત કરતા કરતા સમય જતા મોટો થયો ગયો.તેની ઉંચાઈ વધતી ગઈ. ૨૦૧૯માં જરુરી પુરાવા, ફોટોગ્રાફ-વિડીયો, કૃષિ વૈજ્ઞાનિકો,મિડીયા અહેવાલ સાથે લીમકા બૂક ઓફ રેકોર્ડ માટે અરજી કરી હતી. જેના પરિણામના ફળ સ્વરૂપે “લીમકા બૂક ઓફ રેકોર્ડ “સંસ્થા દ્રારા આ ગૂલાબના ફુલના છોડને ભારતનો સૌથી ઊચાઇ ધરાવતા છોડનુ બિરુદ આપ્યુ છે.”લીમકા બૂક ઓફ રેકોર્ડ “દ્વારા પ્રોફેસર અરુણસિંહ સોલંકીને પ્રમાણપત્ર મોકલવામા આવ્યુ છે.જેમા આ ગુલાબના છોડને “Tellest rose plant” નૂ બિરુદ આપવામા આવ્યુ છે.જેમા ગુલાબના છોડની ઊચાઇ 11.88મીટર(39 ફૂટ)નો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ ગુલાબના છોડને લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા પ્રોફેસર અરુણસિંહ સોલંકીને સોસાયટીના રહિશો, તેમજ સ્નેહીમિત્રો દ્વારા સોશિયલ મિડીયા થકી શુભકામનાઓ પાઠવામા આવી રહી છે.સાથે પંચમહાલ જીલ્લા સહિત ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યુ છે.
રાજુ સોલંકી :- પંચમહાલ