નર્મદા જિલ્લામાં આજે 5 જેટલા કોરોના કેસ પોઝિટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. નર્મદા જિલ્લામાં રાજ્ય બહાર તેમજ જિલ્લાની બહારથી મુસાફરી કરીને આવેલા લોકોને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં (1) ચિરાગ ભરત પટેલ ઉંમર વર્ષ 28 અક્તેશ્વર જેઓ અમદાવાદથી આવેલ,(2) ગ્રીશ મનસુખ તડવી ઉંમર 38 વર્ષ રહે.ગમોડ તાલુકો ગ્રુડેશ્વરકડી કલોલ, મહેસાણાથી આવ્યા (3)મનીષા વિક્રમ તડવી ઉંમર 23 વર્ષ, સ્ત્રીગામ – ઓર્પા તાલુકો ગ્રુડેશ્વર નમૂના સુરત તારીખ 08/06/20 થી ઓર્પાથી નર્મદા જિલ્લામાં આવ્યા (4) ઇલામ હિરા શિધી ઉંમર 20 વર્ષ ગામ ઘાબણા તાલુકો – ગ્રુડેશ્વર નાઓ બાડમેર જિલ્લો, રાજ્ય રાજસ્થાનથી નર્મદા જિલ્લામાં આવ્યા તેમજ (5) લક્ષ્મણ ભના તડવીઉંમર – 30 વર્ષ, ગામ ખડગડા તાલુકો – ગ્રુડેશ્વર નાઓ મુંબઇ તા.10 /06/20 ના રોજ આવ્યા હતા. આ 5 જેટલા કોરોના કેસ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં હોય અને તેઓ સંક્રમિત થયા હોવાથી તેઓ આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમને તાત્કાલિક કોવીડ 19 હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. પોઝિટીવનાં કુલ 12 દર્દીઓ સારવાર હેઠળ છે જિલ્લામાં ટોટલ કોરોનાનાં 30 જેટલા કેસ નોંધાયા. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય વિભાગ પાસે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ રિપોર્ટ માંગ્યો હતો.
મોન્ટુ શેખ, રાજપીપળા