Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજયસભા સાંસદ અહમદભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ખેડુતો પર પોલીસ દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરવા સામે ચિંતા વ્યકત કરી.

Share

અંકલેશ્વરનાં જુના દિવા ગામે, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડુતોની જમીનનાં બળજબરીપૂર્વક સંપાદન અને ત્યારબાદ પોલીસ બર્બરતાનાં સંદર્ભમાં રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ગંભીર ચિંતા વ્યક્ત કરી.

તારીખ 11 મી જૂન 2020 ના રોજ પોલીસે દીવા ગામના 35 થી વધુ ખેડુતોની જમીન સંપાદન થઈ છે એમની અટકાયત કરી હતી, તેઓ તેમની સંપાદિત જમીનનાં પૂરતા વળતર વિના તેમની જમીન સંપાદન સામે શાંતિપૂર્ણ રીતે તેમના લોકશાહી અધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા.ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કર્યા બાદ, રાજ્યનાં અધિકારીઓએ વિવાદિત જમીનનો કબજો લીધો, જેના કારણે તેમના ઊભા પાકને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું. આજે દેશમાં કોરોના વાયરસને કારણે સમાજનાં દરેક વર્ગો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે ત્યારે આના કારણે આ ખેડુતોની પણ તેમની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે અને ખેડુતોને ખાસ કરીને અનિશ્ચિત પરિસ્થિતિમાં મૂકી છે. રાજયસભા સાંસદ અહમદભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા મુંબઇ એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટ માટે જુના દિવા ગામના ખેડુતોએ તેમની જમીન આપવા સંમતિ આપી છે. તેમની એકમાત્ર માંગ એ છે કે તેમને પર્યાપ્ત અને બજાર મુજબનું મૂલ્ય વળતર ચૂકવવામાં આવે, જે તેમનો કાનૂની અધિકાર છે. આ સંદર્ભમાં, એ નોંધવું ખાસ આવશ્યક છે કે સુરત જિલ્લાના ખેડુતો, કે જેમની જમીન પણ આ જ પ્રોજેક્ટ માટે હસ્તગત કરવામાં આવી છે, તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું છે, જયારે ભરૂચ જિલ્લાના ખેડૂતોને તેઓનું હક આપવાનુ ગેરવાજબી રીતે ઇનકાર કરવામાં આવ્યુ છે. તેમની જમીનનું પૂરતુ વળતર આપીને તેમની જમીનનું સંપાદનએ દિન દહાડે લુંટ અને ગુજરાતનાં સખત મહેનતુ ખેડુતો માટે એક મોટો અન્યાય છે. આ ઉપરાંત, ખેડૂતોને તેમના હકનો સન્માન મળે તે માટે સહાય આપવાને બદલે, રાજ્ય સરકારે જમીનનો કબજો મેળવવા માંગતા ખાનગી કોન્ટ્રાક્ટરોને પોલીસ સુરક્ષા પૂરી પાડી હતી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડૂતોની અટકાયત કરી હતી. ખેડુતોને વશ કરવા અને મૌન કરવા પોલીસની સતામણી, ધાકધમકી અને હિંસાની યુક્તિઓનો ઉપયોગ તાનાશાહી સમાજની ખાસિયત છે અને ગુજરાતી અસ્મિતા પરનો ડાઘ છે. અહમદભાઈ પટેલે વધુમાં જણાવ્યુ કે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે જબરદસ્તીથી જમીન હસ્તગત કરવાની અને ઘાતક બળ પ્રયોગ કરવાની નીતિથી ખેડુતોના અધિકારને દબાવવા માટેની આ નીતિનો અંત આવે એ ખુબ જ જરૂરી છે.આ ખેડૂતો માંત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતનું ગૌરવ છે અને આપણા રાષ્ટ્રીય જીવન અને વિકાસમાં તેમનું ખુબ મોટું અમૂલ્ય યોગદાન છે. તેથી તેમને ખાનગી કોન્ટ્રાક્ટર અને પોલીસની દયા પર મૂકવાને બદલે, તેમને યોગ્ય માન અને આદર આપવું જોઇએ. મને વિશ્વાસ છે કે પૂરતુ વળતર માટેની તેમની ન્યાયીક માંગ વહેલી તકે મંજુર કરવામાં આવશે જેથી વડોદરા મુંબઇ એક્સપ્રેસ હાઇવેનું નિર્માણ શાંતિથી ફરી શરૂ થઈ શકે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રઝલવાડા ગામે વીજળી પડતા ૩૧ વર્ષીય યુવકનું ગંભીર રીતે દાઝી જતા મોત.

ProudOfGujarat

વડોદરા : કરજણ મામલતદાર એન.કે.પ્રજાપતિની બદલી થતાં સેવાસદન ખાતે વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

ગોધરા:-RTE – 2009 અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં ક્ષતિપૂર્તિનો સમય અવધિ વધારવા AAP પાર્ટીની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!