ભરૂચ જીલ્લામાં ગત રાત્રિનાં સમયે પવન સાથે વરસાદનાં ઝાંપટાએ જીલ્લાનાં નવ તાલુકાઓને ભીંજવી નાંખ્યા હતા. ગઇકાલે જોરદાર પવન અને ધોધમાર વરસાદને કારણે લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. જયારે નવ તાલુકાનાં વરસાદનાં આંક જોવામાં આવે તો ભરૂચ-45 મીમી, અંકલેશ્વર-6 મીમી, આમોદ-18 મીમી, જંબુસર-39 મીમી, નેત્રંગ-10 મીમી, વાલિયા-8 મીમી, વાગરા-57 મીમી, હાંસોટ-11 મીમી, ઝઘડિયા-6 મીમી વરસાદ ખાબકી ગયો હતો. જયારે ધોધમાર વરસાદમાં વારંવાર વીજપ્રવાહ જતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. જયારે શહેરમાં લીમડી ચોક વિસ્તારમાં વીજપોલ ઉપરથી કરંટ ઉતરતા બે ગાયોનાં મોત થયા હતા. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જયારે ભરૂચનાં નર્મદા એપાર્ટમેન્ટમાં ઓમ ટાઈપિંગની દુકનની ઉપરની છત તૂટી પડતાં ખુરશી, કોમ્પુટર તૂટી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જયારે ભરૂચ જીલ્લામાં આજે પણ વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદની આગાહી છે.
ભરૂચ જીલ્લા સહિત નવ તાલુકાઓમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો.
Advertisement