Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા ખાતે ઝેરી કોબ્રા સાપને જીવદયા પ્રેમીએ સારવાર આપી.

Share

નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા ખાતે રહેતા ભાવિન વસાવાએ 4 જેટલી જગ્યાએથી ઇજાગ્રસ્ત કોબ્રા સાપને ડ્રેસિંગ કરી તેને જીવિત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા ખાતે એક ઝેરી કોબ્રા સાપ લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડ્યો હતો. આ બાબતની જાણ જીવદયા પ્રેમી ભાવિન વસાવાને થતાં તે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને લોહી લુહાણ કોબ્રા સાપને તેના શરીર પર 4 જગ્યાએ ઈજાઓ થઈ હતી તેને પકડી ડ્રેસિંગ કરી સારવાર આપી હતી. આ ઘટના જોઈ લોકટોળાઓ ઉમટી પડયા હતા. જીવદયા પ્રેમી ભાવિન વસાવા તેમજ તેની ટીમને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઘટના નર્મદા જિલ્લામાં પ્રથમ બની હોવાની જોવા મળી હતી.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

વડોદરામાં સાવલી તાલુકાના ખોખર ગામમાં ઘર આંગણે ગાજાનું વાવેતર ઝડપાયું

ProudOfGujarat

જામનગર નજીકના સાપર ગામે જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઈ.

ProudOfGujarat

નાંદોદના બીતાડામાં તાલિબાની કૃત્ય:પ્રેમલગ્ન મુદ્દે યુવતીના પિતાએ યુવકની માતાને ખૂંટે બાંધી માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!