Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી નગરપાલિકાનાં સફાઈ કામદારોને છેલ્લા 8 માસથી પગાર નહીં મળતાં લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

લીંબડી નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાકટ પદ્ધતિ ચાલી રહી છે.ત્યારે આ કોન્ટ્રાકટમાં કામ કરતા સફાઈ કર્મચારીઓને છેલ્લા 8 માસથી પગાર કરવામાં આવેલ નથી આવા આક્ષેપ સાથે લીંબડી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ લીંબડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે આ કોરોના વોરિયર્સને સમયસર પગાર નહીં મળતા તેમનો સહારો બની જીલ્લા પંચાયત પૂર્વ બાંધકામ સમિતિનાં ચેરમેન ભગીરથસિંહ રાણા સહિતનાં અન્ય કાર્યકરોએ આવેદનપત્ર આપવામાં હાજરી આપી હતી તેટલું જ નહીં આવનાર સમયમાં જો તેમની પગારની માંગણી પુરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી બિસ્કીટ ભરેલ ટેમ્પો ચોરી : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા ૧૭મી એચ.આર. ફોરમ સીટ યોજાશે…..

ProudOfGujarat

વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રેલવે સેવાનો આજથી આરંભ છોટાઉદેપુર આવેલ ટ્રેન નું સાંસદોની ઉપસ્થિતિમાં સ્વાગત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!