પાનોલી જીઆઇડીસીમાં ઉધોગો દ્વારા વર્ષો પછી પણ સ્થાનિકોને નોકરી તથા રોજગારી ન મળતા સ્થાનિક ગ્રામ પંચાયતોએ સ્થાનિકોની બેરોજગારીની ચિંતા કરી માર્ચ મહિનામાં ઉધોગો પાસેથી રોજગારી અપાવવા માટે નજીકનાં ગામો ખરોડ, સંજાલી, પાનોલી, આલુંજ, ઉમરવાડા, નાના બોરસરા, રવિદરા-કરમાલી, ભાદી, બાકરોલ, અને કાપોદ્રા ગામની પંચાયતોએ ઠરાવો પસાર કર્યા હતા કે પાનોલી જીઆઇડીસીમાં ૩૦૦ થી પણ વધુ કંપનીઓ અને તેની તદ્દન બાજુમાં આવેલા ગામોનાં સ્થાનિક રહીશોનાં ભવિષ્ય અંગેની બેરોજગારી પર ચર્ચા વિચારણા પંચાયત સભામાં કરવામાં આવેલ હતી કે સ્થાનિકોએ રોજગારી અને વિકાસનાં સપના સેવી જીઆઇડીસીને આમંત્રણ આપી અને મહામુલી ખેતીની જમીનો જેના ઉપર જીવન નિર્વાહ થતો હતો તે જમીનો ઉધોગો સ્થાપવા આપવામાં આવી પરંતુ જીઆઇડીસી આવ્યાને વર્ષો વીતી ગયા છતાં જમીન ગુમાવનારા કે સ્થાનિકોને નોકરી તથા રોજગારી ન મળતાં આજે એ જ સ્થાનિકોએ બેરોજગારી પર વિચારણા કરવા મજબુર બનવુ પડ્યુ છે. કંપનીઓ દ્વારા સ્થાનિકોને થઇ રહેલા અન્યાય અને સ્થાનિક બેરોજગારીની સમસ્યા હલ કરવા પંચાયતો દ્વારા ઠરાવો પસાર કરી માંગણી કરાઈ હતી કે પાંચ કિ.મી.નાં અંતરે આવતાં ગામોના સ્થાનિકોને યોગ્ય કૌશલયનાં આધારે નોકરી આપવા તથા સીધી લીટીના વારસદારોને કાયમી નોકરી આપવી તથા લેન્ડ લુઝરોની અવગણના થતી રોકવી તથા કોન્ટ્રાક્ટમાં કામ કરતા વર્કરોમાં પણ સ્થાનિકોને પ્રાધાન્ય આપવુ તથા વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામ કરતા સ્થાનિકોને પરમેનન્ટ કરવા અને ધંધાકિય પ્રવૃતિઓ જેમ કે કોન્ટ્રાક્ટ, ટ્રાન્સપોર્ટેશન કોન્ટ્રાક્ટ તેમજ ટ્રાન્સપોર્ટ વાહનો ધરાવતા સ્થાનિકો ને યોગ્ય કોન્ટ્રાક્ટ આપવા જેવી માંગણી કરતા ઠરાવો પસાર કર્યા હતા અને સામાજીક કાર્યકર મુહંમદ મોગરેલ દ્વારા સરકારી વિભાગમાં પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ સમય દરમ્યાન લોકડાઉન આવતા આ બાબત અટકી પડી હતી અને હવે ઉધોગોને પણ ઉધોગો ચાલુ કરવાની છુટ મળી ગયેલ છે ત્યારે ઉધોગોમાં કામદારોની અછત વચ્ચે સ્થાનિકો દ્વારા રોજગારી મેળવવા સ્થાનિકો કંપનીઓનો સંપર્ક કરી રહ્યા છે ત્યારે ઉધોગો કોન્ટ્રાક્ટરો ઉપર નાંખી દઇ છટકી જવા માંગી રહ્યા છે. ત્યારે ખરોડનાં સામાજીક કાર્યકર મુહંમદ મોગરેલ દ્વારા સ્થાનિકોનાં રોજગારી મુદ્દે કોંગ્રેસ અગૃણી અને વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણી સમક્ષ લઇ જતા પરેશભાઇએ શ્રમ અને રોજગાર મંત્રી અને શ્રમ રોજગાર વિભાગનાં મુખ્ય સચિવને પત્ર લખી સ્થાનિકોને કૌશલયના આધારે રોજગારી આપવા, કંપની કોન્ટ્રાક્ટ સ્થાનિકોને આપવા, લેન્ડ લુઝરોને પરમેનન્ટ નોકરી ધંધો તેમજ કોન્ટ્રાક્ટ આપવાની માંગણી કરાઈ છે અને સ્થાનિકોની રોજગારની બાબતે ઉધોગો આનાકાની કરશે તો વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવવાની તૈયારી દર્શાવી છે. આ બાબતે વિરોધ પક્ષનાં નેતા અને કોંગ્રેસ અગૃણી પરેશભાઇ ધાનાણીને અવગત કરી હકીકતથી વાકેફ કરતા પરેશભાઇ ધાનાણીએ શ્રમ રોજગાર મંત્રી અને મુખ્ય સચિવને રજુઆત કરી જેને પગલે શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામાજીક કાર્યકર મુહંમદ મોગરેલ દ્વારા જાણવા મળ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે ઉધોગોમાં સ્થાનિકોને ૮૫ ટકા અને ૧૫ ટકા બહારનાં લોકોને રોજગારી આપવાની જોગવાઈ પણ છે.
પાનોલી જીઆઇડીસીમાં સ્થાનિકોને રોજગારીનાં મુદ્દે કોંગ્રેસ અગ્રણી પરેશભાઇ ધાનાણીએ શ્રમ રોજગાર મંત્રી અને મુખ્ય સચિવને રજુઆત કરી.
Advertisement